શેરબજારમાં એકાએક કડાકો: નિફ્ટી ૧૯૦૦૦ની નજીક | મુંબઈ સમાચાર

શેરબજારમાં એકાએક કડાકો: નિફ્ટી ૧૯૦૦૦ની નજીક

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઇ: શેરબજારમાં સારી શરૂઆત બાદ એકાએક કડાકો બોલી જતાં રોકાણકારોમાં ગભરાટ ફેલાયો હતો. સેન્સેકસ ૬૦૦ પોઇન્ટ તૂટ્યો હતો અને નિફ્ટી ૧૯૦૦૦ની નજીક પહોંચી ગયો હતો.


વિશ્વબજારમાં સારા સંકેત પાછળ શરૂઆત સારી રહી હતી, પરંતુ સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો બુધવારે વહેલી બપોરના વેપારમાં અચાનક વેચવાલીના દબાણમાં આવી ગયા હતા.


ચીનના ટ્રિલિયન યુઆનના બોન્ડની મંજુરી પાછળ વૈશ્વિક બજારો ઊંચા સ્તરે રહ્યા હોવા છતાં સ્થાનિક બજારમાં વેચવાલીનું દબાણ યથાવત રહ્યું હતું.


આઈટી અને બેંકો પર સૌથી વધુ વેચાણનું દબાણ જોવા મળતાં બજારનું સેન્ટિમેન્ટ ખરડાઈ ગયું હતું.
સેન્સેક્સ 600 પોઈન્ટથી વધુ ગબડ્યો હતો અને 64000ની સપાટી ગુમાવી હતી, જ્યારે નિફ્ટી 180 પોઈન્ટથી વધુ નીચે ગબડી 19,100 પોઈન્ટની નીચે સરકી ગયો હતો.

સંબંધિત લેખો

Back to top button