Stock Market : વાંચો… આગામી સપ્તાહે કેવી રહેશે શેરબજારની ચાલ

મુંબઈ : ભારતીય શેરબજાર(Stock Market)સતત ચાલી રહેલી ઉથલ પાથલ વચ્ચે આગામી સપ્તાહે બજારમાં અનેક ફેરફારો જોવા મળી શકે છે. જેમાં સોમવારે બજારમા ઈદની રજા રહેશે. જ્યારે મંગળવારે બજાર ખુલશે. જેમાં 2 એપ્રિલથી વૈશ્વિક બજારમાં લાગુ થનારા યુએસ ટેરિફ વોરની અસર બજાર પર જોવા મળશે.તેમજ વિદેશી રોકાણકારો અને વિદેશી બજારના વલણ પણ માર્કેટ પર અસર નાંખશે.
ટ્રમ્પની ટેરિફ જાહેરાત પર બધાની નજર
હાલ તમામ લોકોની નજર 2 એપ્રિલે ટ્રમ્પની ટેરિફ જાહેરાત પર છે. આ અઠવાડિયે જાહેર થનારા મેક્રોઇકોનોમિક ડેટામાં રોકાણકારો મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટર માટે PM ડેટા પર પણ નજર રાખશે. જેમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો મોટાભાગે ટ્રમ્પના રેસીપ્રોકલ ટેરિફ પર આધાર રાખશે.
આ પણ વાંચો: સેબીના નવા ચેરમેનની અધ્યક્ષતામાં પહેલી બોર્ડ મીટિંગ આજે…
FIIનો પ્રવાહ ચાલુ રહી શકે છે
જો ટેરિફની પ્રતિકૂળ અસર વધુ નહિ હોય તો FIIનો પ્રવાહ ચાલુ રહી શકે છે. FII ની વ્યૂહરચના વેચાણથી હળવી ખરીદીમાં બદલાઈ ગઈ છે. જોકે, 21 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં આ વલણ જોવા મળ્યું હતું. 28 માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં પણ આ વલણ ચાલુ રહ્યું. રોકાણકારો રૂપિયા-ડોલરના વલણ અને વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ તેલના ભાવ પર પણ નજર રાખશે.
આ પણ વાંચો: અઠવાડિયાના પેહલા દિવસે શેરબજારમાં રોનક, સેન્સેક્સ-નિફ્ટી આટલા ઉછાળા સાથે ખુલ્યા…
ટેરિફ અંગે વધુ સ્પષ્ટતા થશે
આ અઠવાડિયે ટેરિફ અંગે વધુ સ્પષ્ટતા થશે. જેના લીધે રોકાણકારો વૈશ્વિક અર્થતંત્ર પર તેની અસરનું મૂલ્યાંકન કરી શકશે. યુએસ રોજગાર અને ભારતના PMI ડેટા અઠવાડિયા દરમિયાન જાહેર થવાની અપેક્ષા છે. આ દરમિયાન રોકાણકારો કંપનીઓના ત્રિમાસિક પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
માર્કેટ કેપમાં 25 લાખ કરોડનો વધારો થયો
ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે ભારતીય શેરબજારના સેન્સેક્સમાં 509.41 પોઈન્ટનો વધારો થયો હતો, જ્યારે નિફ્ટી 168.95 પોઈન્ટ વધ્યો હતો. નાણાકીય વર્ષ 2024-25માં સેન્સેક્સ 3,763.57 પોઈન્ટ વધ્યો છે, જ્યારે નિફ્ટીમાં 1,192.45 પોઈન્ટનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન બીએસ લિસ્ટેડ કંપનીઓનું બજાર મૂડીકરણ રૂપિયા 25,90,546.73 કરોડ વધીને રૂપિયા 4,12,87,646.50 કરોડ થયું છે.