નેશનલશેર બજાર

બજાજ ફાઇનાન્સના શેરમાં શું ધમાલ ચાલી રહી છે?

નિલેશ વાઘેલા

મુંબઈ:
રિઝર્વ બેન્કના આદેશ બાદ બજાજ ફાઇનાન્સના શેરમાં ભારે અફડાતફડી અને ધમાલ ચાલી રહી છે.
ગુરુવારે ભારતની સૌથી મોટી એનબીએફસી બજાજ ફાઇનાન્સના શેરમાં સવારના સત્રમાં ચાર ટકા સુધીનો કડાકો જોવા મળ્યો હતો, પરંતુ પાછળથી આ કડાકો રિકવર થઈ ગયો હતો.

આ શેર રૂ. ૭,૨૨૪.૩૦ના પાછલા બંધ સામે રૂ. ૬,૯૩૧.૨૫ની નીચી સપાટીને અથડાયા બાદ રૂ. ૭,૩૭૭.૬૦ સુધી ઊંચે ઉછળી ફરી ગબડ્યો અને આ લખાઈ રહ્યું છે, ત્યારે પાછલા બંધ સામે રૂ. ૭,૩૫૯.૮૦ની લગભગ બે ટકા ઊંચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે.

કંપનીને તેની બે ડેટ પ્રોડક્ટ – eCOM અને Insta EMI કાર્ડ હેઠળ લોન મંજૂર અને વિતરણ બંધ કરવાના આરબીઆઈએ આપેલા નિર્દેશની રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અસર પડી હતી.

સવારે બીએસઈ પર બજાજ ફાઇનાન્સનો શેર ચારેક ટકા તૂટીને રૂ. ૬,૯૪૭ પર દિવસની નીચી સપાટીએ પહોંચ્યો હતો, પરંતુ ટૂંક સમયમાં યુ-ટર્ન લઈ ૦.૪ ટકા ઊંચી સપાટીએ પાછો ફર્યો હતો.

હોલ્ડિંગ કંપની બજાજ ફિનસર્વના કાઉન્ટર પર પણ તેની રબ-ઓફ અસર જોવા મળી હતી અને તેની સ્ક્રીપ ત્રણેક ટકા ગબડીને રૂ. ૧,૬૪૦ પર આવી ગઈ હતી અને પાછળથી તે જ રીતે રિકવર પણ થઈ હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button