શેર બજાર

અમેરિકાના ઇન્ફ્લેશનના ડેટાની ચિંતા વચ્ચે વૈશ્ર્વિક ઇક્વિટી બજારમાં નિરસ માહોલ

મુંબઇ-ટોકિયો: અમેરિકાના સ્પેન્ડિંગ અને ઇન્ફ્લેશનના ડેટાની ચિંતા વચ્ચે વૈશ્ર્વિક ઇક્વિટી બજારમાં નિરસ માહોલ જોવા મળ્યો હતો અને મોટાભાગના ઇક્વિટી બજારોમાં પીછેહઠ જોવા મળી હતી.

ફ્રાંસનો સીએસી-૪૦ ઇન્ડેક્સ પ્રારંભિક ટ્રેડિંગમાં ૦.૧ ટકા ઘટીને ૭,૨૮૫.૪૧ની સપાટી પર પહોંચ્યો હતો, જ્યારે જર્મનીનો ડેક્સ બે ટકા ઘટીને ૧૫,૯૯૭.૬૪ના સ્તરે પહોંચ્યો હતો. બ્રિટનનો ફૂટસી- ૧૦૦ ઇન્ડેક્સ ૦.૩ ટકા ઘટીને ૭,૪૬૭.૩૭ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હાતો.


અમેરિકાના શેરબજારોમાં ઘટાડો નિશ્ર્ચિત હતો, કેમ કે ડાઉ ફ્યુચર્સ ૦.૧ ટકા ગબડીને ૩૫,૩૯૩ પોઇન્ટની સપાટીએ પહોચ્યો હતો. જ્યારે એસએન્ડપી ૫૦૦ ફ્યુચર્સ ૦.૧ ટકા ઘટીને ૪,૫૬૧.૭૫ના સ્તરે પહોંચ્યું હતું.


એશિયન શેરબજારોમાં ઑક્ટોબરમાં પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ અપેક્ષા કરતાં થોડો વધારે વધીને ૨.૩ ટકાની સપાટી પર આવ્યાના સમાચાર પછી જાપાનનો બેન્ચમાર્ક નિક્કી-૨૨૫ બેન્ચમાર્ક ૦.૫ ટકા ઘટીને ૩૩,૪૪૭.૬૭ પોઇન્ટની સપાટી પર બંધ થયો હતો.


ચીનમાં જાન્યુઆરી-ઓક્ટોબરમાં ઔદ્યોગિક નફો અગાઉના વર્ષની સરખામણીમાં ૭.૮ ટકા ઘટ્યો હતો. તેમાં ઓક્ટોબરમાં વાર્ષિક ધોરણે ૨.૭ ટકાનો વધારો નોંધાયો હતો, જે અર્થતંત્રમાં નબળાઈ સૂચવે છે. ઔદ્યોગિક નફો સપ્ટેમ્બરમાં વાર્ષિક ધોરણે ૧૧.૯ ટકા અને ઓગસ્ટમાં ૧૭.૨ ટકા વધ્યો છે.


આઇજીના માર્કેટ એનાલિસ્ટ યેપ જુન રોંગે એક ટિપ્પણીમાં જણાવ્યું હતું કે, એકંદર પરિસ્થિતિમાં સુધારો આવી રહ્યો હોવા છતાં એ પમ હકીકત છે કે રિકવરી ધીમી ગતિએ આગળ વધી રહી છે. તાજેતરમાં આર્થિક ડેટા જોતાં જણાય છે કે રિકવરી ક્યારેક દેખાય છે અને ક્યારેક થંભી જાય છે.


હોંગકોંગનો હેંગસેંગ ૦.૨ ટકા ઘટીને ૧૭,૫૨૫.૦૬ પોઇન્ટની સપાટી પર પહોંચ્યો છે, જ્યારે શાંઘાઈ કમ્પોઝિટ ૦.૩ ટકા ઘટીને ૩,૦૩૧.૭૦ પોઇન્ટની સપાટી પર પહોંચ્યો છે. ઓસ્ટ્રેલિયાનો એસએન્ડપી અને એએસએક્સ-૨૦૦ ઇન્ડેક્સ ૦.૮ ટકા ઘટીને ૬,૯૮૭.૬૦ પોઇન્ટ પર સ્થિર થયો છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી ૦.૧ ટકા કરતા ઓછો ઘટીને ૨,૪૯૫.૬૬ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો છે.


એશિયા-પેસિફિક ક્ષેત્રની કેટલીક કેન્દ્રીય બેંકો આ અઠવાડિયે પોલિસી બેઠકો યોજી રહી છે, જેમાં રિઝર્વ બેંક ઓફ ન્યુઝીલેન્ડ, બેંક ઓફ કોરિયા અને બેંક ઓફ થાઈલેન્ડનો સમાવેશ થાય છે. જ્યારે વિશ્ર્લેષકો અપેક્ષા રાખે છે કે તેઓ હળવી નીતિની અપેક્ષા સેવી રહ્યાં છે, પરંતુ ફુગાવા અંગેની ચિંતાઓને ધ્યાનમાં લેતા પરિસ્થિતિ ચિંતાજનક છે.


બજારના ખેલાડીઓ સાવચેતીના માનસ વચ્ચે એવો આશાવાદ સેવી રહ્યાં છે કે ફુગાવો પર્યાપ્ત માત્રામાં ઠંડો પડી ગયો હોવાથી ફેડરલ રિઝર્વ હવે બજારને કછડી નાંખનારા વ્યાજદરના વધારાનું ચક્ર અટકાવશે. આ અઠવાડિયે જ્યારે સરકાર અમેરિકાની સેન્ટ્રલ બેંક દ્વારા ટ્રેક કરાયેલા મુખ્ય ફુગાવાના માપદંડ માટે તેનો ઓક્ટોબર રિપોર્ટ જાહેર કરશે, ત્યારે ફેડને બીજી મોટી અપડેટ મળશે.


ન્યૂયોર્ક મર્કેન્ટાઈલ એક્સચેન્જ પર ઈલેક્ટ્રોનિક ટ્રેડિંગમાં બેન્ચમાર્ક યુએસ ક્રૂડ ૪૩ સેન્ટ ઘટીને ૭૫.૧૧ પ્રતિ બેરલ થઈ ગયું છે, જે શુક્રવારે ૧.૫૬ ઘટીને ૭૫.૫૪ પ્રતિ બેરલ બોલાયું હતું. આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ ૪૪ સેન્ટ ઘટીને ૮૦.૦૪ ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચ્યું છે. યુએસ ડોલર ૧૪૯.૫૩ યેનથી ઘટીને ૧૪૯.૦૯ જાપાનીઝ યેન પર આવી ગયો. યુરોની કિંમત ૧.૦૯૪૪ ડોલર સામે વધીને ૧.૦૯૪૬, ડોલર સુધી પહોંચી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો