શેરબજાર: વિદેશી રોકાણકારોએ ભારતીય બોન્ડમાંથી રૂ. ૧૩,૩૫૯ કરોડ ઉપાડ્યા | મુંબઈ સમાચાર

શેરબજાર: વિદેશી રોકાણકારોએ ભારતીય બોન્ડમાંથી રૂ. ૧૩,૩૫૯ કરોડ ઉપાડ્યા

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
અમેરિકામાં યીલ્ડમાં વધારો અને ભૂરાજકીય તણાવ વચ્ચે વિદેશી રોકાણકારોએ ભારતીય બોન્ડમાંથી રૂ. ૧૩,૩૫૯ કરોડ ઉપાડી લીધા છે. વૈશ્ર્વિક બોન્ડ સૂચકાંકોમાં સ્થાનિક દેવાનો સમાવેશ થયા પછી એપ્રિલમાં વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય બોન્ડનું ચોખ્ખું વેચાણ સૌથી વધુ વધ્યું હતું.

ભારતીય બોન્ડની વેચવાલીનો આ વધારો અમેરિકામાં ઊંચા વળતરના સતત આકર્ષણ અને મહિનાના ઉત્તરાર્ધમાં પાકિસ્તાન સાથે વધતા તણાવની અસરને પ્રતિબિંબિત કરે છે, એમ બજાર નિષ્ણાતોએ જણાવ્યું હતું.

ચાર મહિનાના પ્રવાહને ઉલટાવીને, એપ્રિલમાં ઇન્ડેક્સ એલિજિબલ ફુલ્લી એક્સેસિબલ રૂટ (એફએઆર) સરકારી સિક્યોરિટીઝમાંથી ચોખ્ખો રૂ. ૧૩,૩૫૯ કરોડનો આઉટફ્લો જોવા મળ્યો, જે જુલાઈ ૨૦૨૪માં જેપી મોર્ગન ઇએમ ઇન્ડેક્સમાં ભારતનો સમાવેશ થયા પછી સૌથી વધુ માસિક એક્ઝિટ છે, સીસીઆઇએલ ડેટા દર્શાવે છે. ઘણીવાર પેસીવ ઇન્વેસ્ટમેન્ટ વૈશ્ર્વિક સૂચકાંકો પરના વેઇટેજને નજીકથી ટ્રેક કરે છે.

સંબંધિત લેખો

Back to top button