વિદેશી ફંડો ભારતમાં વેચવાલી અને હોંગકોંગમાં લેવાલી કેમ કરી રહ્યા છે?

નિલેશ વાઘેલા
મુંબઇ: એક તરફ વિદેશી રોકાણકારો સેક્ધડરી માર્કેટમાં એકધારી વેચવાલી કરી રહ્યા છે અને બીજી તરફ પ્રાઇમરી માર્કેટમાં લેવાલી કરી રહ્યા છે. એ જ રીતે, ભારતમાં એકધારી વેચવાલી અને અન્ય કેટલાક ઈમર્જિંગ માર્કેટ્સના શેરબજારોમાં લેવાલી કરી રહ્યા છે. જોકે, બજારના નિરિક્ષકો માને છે કે આ પરિસ્થિતિમાં વહેલો સુધારો થવાની અપેક્ષા છે.
બજારમાં તેજીના સંદર્ભમાં એફઆઇઆઇએ તાજેતરમાં તેમની વેચાણ ધીમી કરી છે. પરંતુ તેઓ સપ્ટેમ્બરમાં ચોખ્ખા વેચાણકર્તા રહ્યા છે અને ૨૦મી તારીખ સુધી ૯૫૦૩ કરોડ રૂપિયાની ઇક્વિટી વેચી છે. એફઆઇઆઇ આ સમયગાળા દરમિયાન ૧૫૫૯ કરોડ રૂપિયાની ખરીદી સાથે પ્રાથમિક બજારમાં ખરીદદાર રહ્યા છે.
આપણ વાંચો: ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોની વેચવાલી હાવી, આગામી સપ્તાહ રહેશે આ ટ્રેન્ડ
એ નોંધવું મહત્વપૂર્ણ છે કે એફઆઇઆઇ એક્સચેન્જો દ્વારા સેક્ધડરી માર્કેટમાં વેચાણ કરતી વખતે પણ પ્રાથમિક બજારમાં સતત ખરીદી કરી રહ્યા છે. ભારતીય શેરોનું વધુ પડતું મૂલ્યાંકન એફઆઇઆઇના આ વિરોધાભાષી વર્તનનું મુખ્ય કારણ છે.
૨૦૨૫માં અત્યાર સુધી, એફઆઇઆઇએ ૧૮૦૪૪૩ કરોડ રૂપિયામાં ઇક્વિટી વેચી છે.
૨૦૨૪માં ૧૨૧૨૧૦ કરોડ રૂપિયાની ઇક્વિટી વેચવા ઉપરાંત, આ મોટા પાયે વેચાણ છે. પરંતુ આનાથી બજાર પર ખાસ અસર પડી નથી, કારણ કે ડીઆઇઆઇએ સતત ખરીદી દ્વારા એફઆઇઆઇ ના વેચાણને ગ્રહણ કર્યું છે.
આપણ વાંચો: ભારતીય શેરબજારમાં ઘટયો વિદેશી રોકાણકારોનો ભરોસો, શરુ કરી વેચવાલી
૨૦૨૫ માટે પ્રાથમિક બજારમાં એફઆઇઆઇની ખરીદી, અત્યાર સુધીમાં ૪૧૮૬૫ કરોડ રૂપિયા જેટલી નોંધાઇ છે. તમામ ડેટા એનએસડીએલમાંથી પ્રાપ્ત કરાવમાં આવ્યા છે, એમ જણાવતાં જીઓજિત ઇન્વેસ્ટમેન્ટના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી કે વિજયકુમારે કહ્યું કે, આ વર્ષે અત્યાર સુધી, વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતીય ઇક્વિટી માર્કેટમાં એકધારી વેચવાલી કરીને હોંગકોંગ, તાઇવાન, દક્ષિણ કોરિયા વગેરે જેવા અન્ય બજારોમાં લેવાલી કરતા જોવા મળ્યો છે, કારણ કે એફઆઇઆઇ માટે ભારત સિવાયની અન્ય ઇમર્જિંગ માર્કેટ નફાકારક રહી છે. આ પરિસ્થિતિ ભવિષ્યમાં બદલાઈ શકે છે.