શેર બજાર

જાણો નવા વર્ષનો સૌથી પહેલો અને મોટો મેઇનબોર્ડ આઇપીઓ ક્યારે ખૂલશે?

નિલેશ વાઘેલા

મુંબઇ: ભારતીય શેરબજારમાં સુધારો થતાં લાંબા સમયથી સુસ્ત બની ગયેલી પ્રાઇમરી માર્કેટમાં પણ સુધારો થવાની આશા જાગી છે. નવા નાણાકીય વર્ષ ૨૦૨૬નો પ્રારંભ મેઇનબોર્ડ સેગમેન્ટમાં સૌ પ્રથમ એથર એનર્જીના આઇપીઓ સાથે થઇ રહી છે.

ટાઇગર ગ્લોબલનું સમર્થન ધરાવતી ઇલેક્ટ્રિકલ વ્હીકલ કંપની એથર એનર્જી લિમિટેડની પ્રાઇસ બેન્ડ ૩૦૪થી ૩૨૧ની રેન્જમાં નક્કી કરવામાં આવી છે. સબસ્ક્રિપ્શનની તારીખ સોમવાર, ૨૮ એપ્રિલના રોજ નિર્ધારિત છે અને ૩૦ એપ્રિલના રોજ બંધ થશે. એથર એનર્જી આઈપીઓ માટે એન્કર રોકાણકારોને ફાળવણી શુક્રવાર, ૨૫ એપ્રિલના રોજ થવાનું છે. ફ્લોર પ્રાઈસ અને કેપ પ્રાઈસ ઇક્વિટી શેરના ફેસ વેલ્યુના અનુક્રમે ૩૦૪ ગણી અને ૩૨૧ ગણી છે. લોટ સાઈઝ ૪૬ ઇક્વિટી શેર છે અને ત્યારબાદ ૪૬ ઇક્વિટી શેરના ગુણાંકમાં છે.

આ પણ વાંચો: ટ્રમ્પે એવું શુ કહ્યું કે વૈશ્વિક શેરબજારમાં ઉછાળો આવ્યો

દરમિયાન, આઈસીએલ ફિનકોર્પે રૂ. ૧૦૦ કરોડના એનસીડી જાહેર કર્યા છે, જેનો ઇશ્યૂ ૨૫ એપ્રિલ, ૨૦૨૫ના રોજ ખૂલશે. ક્રિસિલ ટ્રીપલ બી સ્ટેબલ રેટિંગ ધરાવતા સિક્યોર્ડ, રિડીમેબલ એનસીડી માટે લઘુતમ ૧૧ ટકાથી મહત્તમ ૧૨.૫૦ ટકા સુધીનો કૂપન રેટ છે. સમયગાળો ૧૩ મહિના, ૨૪ મહિના, ૩૬ મહિના, ૬૦ મહિના અને ૬૮ મહિનાનો છે. તમામ કેટેગરીઝમાં એનસીડીધારકો માટે અસરકારક ઉપજ લઘુતમ ૧૧.૫૦ ટકાથી મહત્તમ ૧૩.૦૧ ટકા છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button