ભારતીય શેરબજારમાં ઘટયો વિદેશી રોકાણકારોનો ભરોસો, શરુ કરી વેચવાલી | મુંબઈ સમાચાર
શેર બજાર

ભારતીય શેરબજારમાં ઘટયો વિદેશી રોકાણકારોનો ભરોસો, શરુ કરી વેચવાલી

મુંબઈ : ભારતીય શેરબજારમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન તેજી મંદીનો માહોલ જળવાઈ રહ્યો છે. જોકે, આ દરમિયાન ચોંકાવનારા સમાચાર એ છે કે વિદેશી રોકાણકારોએ વેચવાલી શરુ કરી છે. જેમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ જુલાઈ માસમાં અત્યાર સુધી ભારતીય શેરબજારમાંથી 5524 કરોડ રૂપિયા નીકાળ્યા છે. જેમાં ભારત અને અમેરિકાની કંપનીઓ વચ્ચે ટ્રેડ ડીલ તણાવ અને કંપનીના ત્રિ માસિક પરિમાણો વચ્ચે વિદેશી રોકાણકારોએ વેચવાલી શરુ કરી.

કુલ વિદેશી વેચવાલી 83,245 કરોડ પર પહોંચી

આ અંગે ડિપોઝિટરી ડેટા અનુસાર વર્ષ 2025માં અત્યાર સુધીમાં કુલ વિદેશી વેચવાલી 83,245 કરોડ પર પહોંચી હતી.
આ ઉપરાંત આગામી વિદેશી રોકાણનું વલણ યુએસ-ભારત વેપાર વાટાઘાટો અને કંપનીઓના ત્રિમાસિક પરિણામો પર આધારિત રહેશે.

આ પણ વાંચો: ટ્રમ્પના ટેરિફની ભારતીય શેરબજાર પર અસર! સેન્સેક્સ 100 પોઈન્ટ નીચે સરક્યો, નિફ્ટી પણ તુટ્યો

વિદેશી રોકાણકારોના વલણમાં નોંધપાત્ર ફેરફાર

આ ઉપરાંત વિદેશી રોકાણકારોએ આ મહિને 18 જુલાઈ સુધી શેરોમાંથી 5,524 કરોડ રૂપિયા ઉપાડ્યા છે. જયારે જૂનમાં 14,590 કરોડ રૂપિયા, મેમાં 19,860 કરોડ રૂપિયા અને એપ્રિલમાં 4,223 કરોડ રૂપિયાનું ચોખ્ખું રોકાણ કર્યું હતું. આ અગાઉ માર્ચ માસમાં 3,973 કરોડ રૂપિયા, ફેબ્રુઆરીમાં 34,574 કરોડ રૂપિયા અને જાન્યુઆરીમાં 78,027 કરોડ રૂપિયાનો ઉપાડ કર્યો હતો. આ મહિને વિદેશી રોકાણ કારોના વલણમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. આ માટે ઘણા પરિબળો જવાબદાર છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button