શેર બજાર

ફોરેક્ષ માર્કેટમાં ડોલર સામે યેન ૧૫૦ બોલાયો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઇ: આંતરરાષ્ટ્રીય વિદેશી હૂંડિયામણ બજારમાં જબરદસ્ત હલચલ ચાલી રહી છે. ફોરેક્ષ માર્કેટમાં અમેરિકન ડોલર સામે જાપાની યેન ૧૫૦ બોલાયો હતો. જોકે આ વખતે હમાસ અને ઇઝરાયલના યુદ્ધની નહિ પરંતુ અમેરિકાની ફેડરલ રિઝર્વના ચેરમેનના વિધાનને કારણે આ હલચલ મચી છે.


એ નોંધવું રહ્યું કે ફોરેક્ષ માર્કેટમાં હમાસ યુદ્ધ કરતા વધુ અસર ફેડરલના વલણની જોવા મળે છે અને ડોલરની વધઘટની સીધી અસર રૂપિયા પર અને તેની અસર આપણી આયાત નિકાસ સાથે સંકળાયેલી છે.


ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલે સૂચવ્યું કે વ્યાજદરમાં ઓર વધારો થવાનો અવકાશ છે. તેમના આ વિધાન પછી અમેરિકાના 10-વર્ષના ટ્રેઝરી બિલના યીલ્ડમાં પાંચ ટકા સુધીના ઉછાળાથી પ્રોત્સાહિત થતાં, શુક્રવારે યેન સામે ડૉલર 150 સ્તરને સ્પર્શ્યો હતો.


બેન્ચમાર્ક 10-વર્ષની ટ્રેઝરી પરની ઉપજ, જે 16 વર્ષમાં પ્રથમ વખત રાતોરાત પાંચ ટકા ઉપર ધકેલાઈ ગઈ છે, તે આ અઠવાડિયે 30 બેસિસ પોઈન્ટ્સ વધી છે. એપ્રિલ 2022 પછીનો તેનો આ સૌથી મોટો સાપ્તાહિક વધારો દર્શાવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button