શેર બજાર

શેરબજાર: કોરોના રેમેડીઝ મૂડી બજારમાંથી ઓએફએસ મારફત રૂ. ૮૦૦ કરોડ એકત્રિત કરશે

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ:
ક્રિસ કેપિટલની સહયોગી સેપિયા ઇન્વેસ્ટમેન્ટ સમર્થિત તથા ભારત કેન્દ્રિત બ્રાન્ડેડ ફાર્માસ્યુટિકલ્સ ફોર્મ્યુલેશન કંપની કોરોના રેમેડીઝ લિમિટેડે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે.

કંપની મહિલાઓના હેલ્થકેર, કાર્ડિયો, ડાયાબિટી, પેઇન મેનેજમેન્ટ, યુરોલોજી અને અન્ય થેરાપેટિક ક્ષેત્રોમાં પ્રોડક્ટ્સનું ડેવલપમેન્ટ, મેન્યુફેક્ચરિંગ અને માર્કેટિંગ કરે છે અને આઈપીઓ થકી રૂ. ૮૦૦ કરોડ સુધીનું ફંડ એકત્રિત કરવાની યોજના ધરાવે છે. સમગ્ર રકમ ઓફર ફોર સેલ છે.

આપણ વાંચો:શૅરબજારમાં સુધારાની ચાલ, હવે રોકાણકારોની નજર ફેડરલ રિઝર્વ પર

ઇક્વિટી શેર્સ બીએસઈ અને એનએસઈ પર લિસ્ટિંગ થશે. જેએમ ફાઈનાન્શિયલ લિમિટેડ, આઈઆઈએફએલ કેપિટલ સર્વિસીઝ લિમિટેડ અને કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button