કોલ ગેસિફિકેશન ટેકનોલોજી પ્રોત્સાહન માટે કોલસા મંત્રાલયનું અભિયાન

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્વચ્છ ઉર્જા તરફના વ્યૂહાત્મક પ્રયાસમાં, કોલસા મંત્રાલયે મુંબઈમાં કોલા ગેસિફિકેશન, સરફેસ એન્ડ અંડરગ્રાઉન્ડ ટેકનોલોજી પર એક ઉચ્ચસ્તરીય રોડ શોનું આયોજન કર્યું. આ કાર્યક્રમમાં સરકારી અધિકારીઓ, ઉદ્યોગના નેતાઓ, ટેકનોલોજી પ્રદાતાઓ અને રોકાણકારો ભારતમાંકોલસાગેસિફિકેશનના ભવિષ્ય અંગે ચર્ચા કરવા માટે ભેગા થયા હતા.
કોલસા મંત્રાલયના અતિરિકત સચિવ અધિકારી શ્રીમતી રૂપિન્દર બ્રારે કોલસા ઉત્પાદનમાં એક અબજ ટનનો વધારો કરવાના ભારતના સીમાચિહ્નની ઉજવણી કરી.
આપણ વાંચો: સૌર ઉર્જા અને વીજકેબલ પ્રોજે્ક્ટઃ વડા પ્રધાન કચ્છને ઝગમગાવશે
તેમણે દેશના વિકાસને શક્તિ આપવામાં કોલસાની ચાલુ ભૂમિકા પર ભાર મૂક્યો અને કોલસા ગેસિફિકેશનને ભારતના ઉર્જા સંક્રમણ અને ઔદ્યોગિક સ્વનિર્ભરતાનો પાયાનો પથ્થર બનાવવાના મંત્રાલયના વિઝનની રૂપરેખા આપી.
શ્રીમતી બ્રારે ગેસિફિકેશનના પર્યાવરણીય ફાયદાઓ પર ભાર મૂક્યો, તેને ઇંધણ, રસાયણો અને ખાતરોના ઉત્પાદન માટે સ્થાનિક કોલસાના સ્વચ્છ ઉપયોગને સક્ષમ કરીને, માતા પૃથ્વીને પાછા આપવાનો માર્ગ ગણાવ્યો.
તેમણે ઉદ્યોગને નવીનતા અપનાવવા, સ્વદેશી ટેકનોલોજીમાં રોકાણ કરવા અને વૈશ્ર્વિક ટકાઉપણું ધોરણો સાથે તેમના પ્રયાસોને સંરેખિત કરવા વિનંતી કરી.
આપણ વાંચો: દેશના તીર્થ સ્થળો ખાતે સ્વચ્છતા અભિયાન ચલાવવા પીએમ મોદીની યુવાનોને હાકલ
ગેસિફિકેશનમાંથી મેળવેલા વીજળી ઉત્પાદન, હાઇડ્રોજન ઉત્પાદન અને રાસાયણિક ઉત્પાદનને કેવી રીતે ટેકો આપી શકે છે, તે વિગતવાર પ્રસ્તુતિમાં દર્શાવવામાં આવ્યું હતું.
ભૂગર્ભ કોલ ગેસિફિકેશન પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું, જે સપાટી પરના ઓછામાં ઓછા વિક્ષેપ અને પાણીના વપરાશમાં ઘટાડો સાથે ઊંડા, ખાણકામ ન કરી શકાય તેવા કોલસાના સીમને અંકે કરે છે.
કોલસા મંત્રાલયની આ પહેલ ભારતના વિશાળ કોલસા ભંડારને ટકાઉ ઉર્જા સ્ત્રોતમાં રૂપાંતરિત કરવા, પર્યાવરણીય દેખરેખને ટેકો આપતી વખતે ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવવાની સરકારની દ્રઢ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.