ધન તેરસના દિવસે પણ બજારે નિરાશ કર્યા! સેન્સેક્સમાં આટલા પોઈન્ટ્સનું ગાબડું
મુંબઈ: આજે ધન તેરસના દિવસે શેર બાજારમાં ઘટાડો નોંધાયો (Indian stock market) છે. ફ્લેટ શરૂઆત બાદ ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ (SENSEX) અને નિફ્ટી(NIFTY) પહેલા સેશનમાં ગબડ્યા હતાં. સવારે 10.40 વાગ્યે BSE સેન્સેક્સ 429 પોઈન્ટ ઘટીને 79,575 પર આવી ગયો હતો. બીજી તરફ NSE નિફ્ટી 156 પોઈન્ટના ઘટાડા સાથે 24,183 પર ટ્રેડ કરી રહ્યો હતો.
સેન્સેક્સના 30 શેરના પ્લેટફોર્મ પર Tata Motors, Airtel, M&M, Maruti, IndusInd Bank, Sun Pharma ના શેરોમાં ઘટાડો નોંધાયો હતો. જ્યારે, NTPC, ICICI બેંક, L&T, HDFC બેંક, SBI, Nestle ગેઇન કરી રહ્યા છે.
સેકટોરીયલ ઇન્ડેક્સની વાર કરીએ તો, બેંક અને કેપિટલ ગુડ્સ સિવાયના અન્ય તમામ સેકટોરીયલ ઇન્ડેક્સ નેગેટિવ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે.
સોમવારે છેલ્લા સેશનમાં BSE સેન્સેક્સ 603 પોઈન્ટ ઉછાળીને 80,005 પર બંધ થયો હતો. NSE નિફ્ટી 158 પોઈન્ટ વધીને 24,339 પર બંધ થયો હતો.
ફોરેઇન ઇન્સ્ટીટયુશનલ ઇન્વેસ્ટર્સ (FIIs) એ સોમવારે રૂ. 3,228.08 કરોડની ઇક્વિટી ઓફલોડ કરી હતી.
વૈશ્વિક બજાર અપડેટ:
એશિયન બજારોમાં, સિઓલ અને શાંઘાઈના શેર માર્કેટમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે ટોક્યો અને હોંગકોંગમાં ગ્રીન સિગ્નલમાં કારોબાર થઇ રહ્યો છે. સોમવારે યુએસ બજારો પોઝીટીવ ટેરટરીમાં બંધ થયા હતાં.
ગ્લોબલ ઓઈલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.18 ટકા વધીને 71.55 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થયો હતો.
રૂપિયાએ સપાટ શરૂઆત નોંધાવી હતી, મંગળવારે પ્રારંભિક ડીલ્સમાં યુએસ ડોલર સામે રૂપિયો 1 પૈસા ઘટીને 84.08 થયો.