મુંબઇ : ભારતીય સ્ટોક માર્કેટ(Stock Market)એક્સચેન્જ BSE અને NSE એ શેરબજારના રોકાણકારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી જાહર કરી છે. જેમાં BSE અને NSEએ આ મામલે અલગ-અલગ પરિપત્ર જાહેર કરવામાં આવ્યા છે. રોકાણકારો માટે માહિતી આપતા BSE અને NSEએ પોતપોતાના પરિપત્રમાં જણાવ્યું છે કે બુધવાર 20 નવેમ્બરે શેરબજાર સંપૂર્ણપણે બંધ રહેશે અને કોઈપણ પ્રકારનું ટ્રેડિંગ થશે નહીં. BSE અને NSEએ પરિપત્રમાં જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને 20 નવેમ્બર બુધવારના રોજ શેરબજાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Also read: Stock Market : ફેડ રેટ કટની શેરબજાર પર નહિવત અસર, બજારમાં સપાટ ટ્રેડિંગ , જાણો કયા શેરમાં ઘટાડો
20મી નવેમ્બરે કોઈપણ પ્રકારનું કામકાજ થશે નહીં
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 માટે 20 નવેમ્બરે મતદાન થશે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહત્તમ મતદારોની ભાગીદારીને પ્રોત્સાહિત કરવા શેરબજારે આ નિર્ણય લીધો છે. બીએસઈ અને એનએસઈએ તેમના પરિપત્રમાં જણાવ્યું છે કે 20 નવેમ્બરે બજાર બંધ હોવાને કારણે ઈક્વિટી, ઈક્વિટી ડેરિવેટિવ્ઝ અને એસએલબી સેગમેન્ટમાં કોઈપણ પ્રકારનું ટ્રેડિંગ થશે નહીં.
Also read: US Fed Rate Cut: અમેરિકામાં વ્યાજ દરમાં ફરી ઘટાડો, જાણો શું શેરબજાર પર શું અસર થશે?
15મી નવેમ્બરે પણ ભારતીય શેરબજાર બંધ રહેશે
મહારાષ્ટ્રની ચૂંટણી ઉપરાંત, આગામી સપ્તાહે 15મી નવેમ્બર, શુક્રવારે શેરબજાર પણ બંધ રહેશે અને તે દિવસે પણ કોઈપણ પ્રકારનું વેપાર થશે નહીં. ગુરુ નાનક જયંતિ નિમિત્તે 15 નવેમ્બરે શેરબજારમાં રજા રહેશે. BSE અને NSEએ પણ ગુરુ નાનક જયંતિની રજા વિશે માહિતી શેર કરી છે. ગુરુ નાનક જયંતિ નિમિત્તે પણ ભારતીય શેરબજારમાં કોઈપણ પ્રકારનો કારોબાર થશે નહીં.