શેર બજાર

બાઉન્સ બેક: સેન્સેક્સ દિવસની નીચી સપાટી સામે ૯૦૦ પોઈન્ટથી વધુ ઊછળ્યો, નિફ્ટીએ ૨૧,૨૫૦ની સપાટી પુન: હાંસલ કરી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: પ્રારંભિક નરમાઇ બાદ એચડીએફસી બેન્ક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સહિતના ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં નીચા મથાળે લેવાલીનો ટેકો મળતાં બેન્ચમાર્ક નીચા તળિયેથી પાછો ફર્યો હતો. બાઉન્સ બેક એક્ટમાં સેન્સેક્સ દિવસની નીચી સપાટી સામે ૯૦૦ પોઈન્ટથી વધુ ઊછળ્યો હતો, જ્યારે નિફ્ટીએ ૨૧,૨૫૦ની સપાટી પુન:હાસલ કરી લીધી હતી. નિષ્ણતાો અનુસાર નિફ્ટી તેના ૨૦,૯૭૦ના મહત્ત્વના સપોર્ટ લેવલથી પાછો ફર્યો હોવાથી હાલપુરતુ જોખમ ટળી ગયું છે, પરંતુ આગળ જતાં તેજી માટે કોિ ખાસ ટ્રીગર જણાતું નથી.

બેંકો, ઓટો અને આઇટી કાઉન્ટર્સમાં નીચા મથાળે સારી લેવાલીનો ટેકો મળવાથી ભારતીય બેન્ચમાર્ક ઇન્ડેક્સ દિવસના નીચા સ્તરેથી ઝડપથી ઊછળ્યા હતા. હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના શેર પણ એકાદ ટકા કરતા વધુ વધ્યા હોવાથી બેન્ચમાર્કને સારો ટેકો મળ્યો હતો. સેન્સેક્સ ઇન્ટ્રા-ડે ૬૯,૯૨૦.૩૯ની નીચી સપાટીથી ૯૦૦ પોઈન્ટ્સથી વધુ પાછો ફર્યો અને ૩૫૮.૭૯ પોઈન્ટ અથવા ૦.૫૧ ટકા વધીને ૭૦,૮૬૫.૧૦ પોઇન્ટની સપાટી પર સેટલ થયો છે. જ્યારે બ્રોડર બેન્ચમાર્ક નિફ્ટી ૧૦૪.૯૦ પોઈન્ટ્સ અથવા ૦.૫૦ ટકા વધીને ૨૧,૨૫૫.૦૫ પોઇન્ટની સપાટી પર બંધ થતાં પહેલા ૩૧૦ પોઈન્ટ્સથી આગળ વધીને ૨૧,૨૮૮.૩૫ પોઇન્ટની દિવસની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો.

ઇન્ડેક્સને ઊંચી સપાટીએ લઇ જનાર શેરોમાં એચડીએફસી બેન્ક અને રિલાયન્સ પછી ઇન્ફોસિસનો ક્રમ હતો. મેજર ગેઇનરમાં પાવરગ્રીડ, કોટક મહિન્દ્રા બેન્ક, એનટીપીસી, સ્ટેટ બેન્ક, ટાટા સ્ટીલ અને ભારતી એરટેલનો સમાવેશ હતો. ટોપ લુઝર્સ શેરોમાં બજાજ ફાઇનાન્સ, એક્સિસ બેન્ક, એચસીએલ ટેક અને મહિન્દ્રાનો સમાવેશ હતો.

આઇનોક્સ ઇન્ડિયાનો શેર ૪૪ ટકાના પ્રીમિયમે લિસ્ટેડ થયો હતો. ડોમ્સનો શેર બુધવારે બમ્પર લિસ્ટીંગ બાદ ગુરુવારે ગબડ્યો હતો. એરેના એનિમેશને મિડિયા પાર્ટનર ફીવર એફએમ સાથે ઇમેજિકા ખાતે યોજેલા ટેલેન્ટ ફેસ્ટમાં મુંબઇ, પુના અને નાસિકના એરેના એનિમેશનના ૩૦૦૦થી વધુ વિદ્યાર્થી એકત્ર થયાં હતાં અને ટેલ્ોન્ટ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આઝાદ એન્જિનિયરિંગનું ભરણું બીજી દિવસે બપોર સુધીમાં આઠગાણાથી વધુ અને હેપ્પી ફોર્જિંગનું ભરણું વીસ ટકાથી વધુ ભરાયું હતું. બેન્કિંગ ગેજ નિફ્ટી બેન્ક ૩૯૪.૮૫ અથવા ૦.૮૩ ટકા વધીને ૪૭,૮૪૦.૧૫ પર બંધ થયો હતો. માર્કેટ બ્રેડ્થ તેજીની તરફેણમાં હતી અને ૩૮ શેરોમાં વધારો હતો.

બજારને નીચી સપાટીથી પાછી લાવનારા પરિબળોમાં અમેરિકાના ટ્રેઝરી બિલની યિલ્ડમાં ઘટાડો મુખ્ય રહ્યો હતો, જેે લગભગ પાંચ મહિનામાં સૌથી નીચી સપાટીએ પહોંચ્યો છે. તેમને ટ્રેક કરતા, ગુરૂવારે ભારત સરકારના બોન્ડ યીલ્ડમાં પણ નજીવો ઘટાડો થયો હતો. ઉપરાંત બુધવારે અમેરિકન શેરબજારો ભારે ઘટાડા સાથે બંધ થયા હોવા છતાં, યુએસ સ્ટોક ફ્યુચર્સમાં ગુરુવારે સુધારો જોવા મળ્યો હતો. એસએન્ડપી ૫૦૦ ફ્યુચર્સમાં ૦.૩૯ ટકા જ્યારે નેસ્ડેક-૧૦૦ ફ્યુચર્સમાં ૦.૪૮ ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. ડાઉ જોન્સ સાથે જોડાયેલા ફ્યુચર્સમાં૦.૪ ટકા જેવો વધારો હતો. મુખ્ય એશિયન સૂચકાંકો શાંઘાઈ કમ્પોઝિટ, હેંગસેંગ અને સિંગાપોરના ફૂટસી સ્ટ્રેટ્સ ટાઈમ્સ ઈન્ડેક્સ ગ્રીન ઝોનમાં હતા.

સેન્સેક્સમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૨.૨૭ ટકા, એચડીએફસી બેન્ક ૧.૮૨ ટકા, કોટક મહિન્દ્રા બેન્ક ૧.૬૬ ટકા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ૧.૩૮ ટકા અને એનટીપીસી ૧.૨૯ ટકા વધ્યા હતા, જ્યારે બજાજ ફાઈનાન્સ ૧.૬૧ ટકા, એક્સિસ બેન્ક ૧.૩૪ ટકા, એચસીએલ ટેક્નોલોજીસ ૧.૦૪ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૮૦ ટકા અને બજાજ ફિનસર્વ ૦.૭૩ ટકા ઘટ્યા હતા. બધા ગ્રુપની કુલ ૧૭ કંપનીઓમાંથી ૧૨ કંપનીઓને ઉપલી અને ૫ કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.

બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં સેન્સેક્સ ૫૦ ઈન્ડેક્સ ૦.૫૨ ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૬૪ ટકા, બીએસઈ મીડ કેપ ૧.૬૧ ટકા, બીએસઈ સ્મોલ કેપ ૧.૬૯ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૦.૮૧ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૦.૮૯ ટકા, બીએસઈ ઓલ કેપ ૦.૯૬ ટકા અને બીએસઈ લાર્જ કેપ ૦.૬૫ ટકા વધ્યા હતા. આઈપીઓ ઈન્ડેક્સ ૧.૭૭ ટકા અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૧.૯૫ ટકા વધ્યા હતા. પાવર ૨.૪૩ ટકા, રિયલ્ટી ૧.૦૧ ટકા, ટેક ૦.૪૧ ટકા અને સર્વિસીસ ૧.૬૮ ટકા વધ્યા હતા, જ્યારે એકમાત્ર ઓટો ૦.૦૩ ટકા ઘટ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…