શેર બજાર

બજેટની રજૂઆત અને ફેડરલના નિર્ણયની જાહેરાત પૂર્વે બૅંક શેરોમાં લેવાલી નીકળતાં શૅરબજાર નીચા મથાળેથી ઉછાળો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિશ્ર્વબજારમાંથી એકંદર નરમાઇના સંકેત છતાં બજેટની રજૂઆત અને ફેડરલના નિર્ણયની જાહેરાત પૂર્વે શેરબજારમાં રિબાઉન્સ જોવા મળ્યું હતું અને બજારની નજરે પોવેલની આગામી કોમેન્ટ્રીપર મંડાયેલી રહી હતી. એચડીએફસી બેંક અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જેવા ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં લેવાલી નીકળતાં બુધવારે બેન્ચમાર્ક ઈક્વિટી ઈન્ડેક્સ લગભગ ૧ ટકા વધ્યા હતા.

રોકાણકારોની નજર બે મહત્વપૂર્ણ ઘટનાઓ પર મંડાયેલી છે, જેમાં દેશના વચગાળાના બજેટ અને અમેરિકાની મધ્યસ્થ બેન્ક ફેડરલ રિઝર્વના વ્યાજ દરના અંગેના નિર્ણયનો સમાવેશ છે. જોકે, બજેટ વચગાળાનું હોવાથી તેમાં કોઇ વધુ આશા રાખવા જેવું નથી, જ્યારે ફેડરલ વ્યાજદરમાં કોઇ ફેરફાર કરે એવી આશા નથી.

શેરબજારમાં પ્રારંભિક સત્રમાં જોવા મળેલી તમામ નરમાઇને પચાવીને ૩૦ શેર ધરાવતો બીએસઇ સેન્સેક્સ ૬૧૨.૨૧ પોઈન્ટ અથવા ૦.૮૬ ટકા ઉછળીને ૭૧,૭૫૨.૧૧ પર સેટલ થયો હતો. દિવસ દરમિયાન, તે ૭૧૧.૪૯ પોઈન્ટ અથવા ૧ ટકા વધીને ૭૧,૮૫૧.૩૯ પર પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી ૨૦૩.૬૦ પોઈન્ટ અથવા ૦.૯૫ ટકા વધીને ૨૧,૭૨૫.૭૦ પર પહોંચ્યો હતો.

સેન્સેક્સની કંપનીઓમાં સન ફાર્મા, ટાટા મોટર્સ, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારુતિ, બજાજ ફિનસર્વ, પાવર ગ્રીડ અને અલ્ટ્રાટેક સિમેન્ટનો ટોચના વધનારા શેરોમાં સમાવેશ હતો. જ્યારે લાર્સન એન્ડ ટુબ્રોનો શેરમાં ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામોની જાહેરાત બાદ ચાર ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. ટાઇટન પણ ટોપ લૂઝર્સ શેરોમાં સામેલ હતો. બુધવારે ૧૨૦ કંપનીના પરિણામ જાહેર થવાના હતા.

સેન્સેક્સમાં સન ફાર્માસ્યુટિકલ્સ ઈન્ડસ્ટ્રીઝ ૩.૪૨ ટકા, ટાટા મોટર્સ ૨.૯૦ ટકા, બજાજ ફિનસર્વ ૨.૨૮ ટકા, મારુતી સુઝુકી ઈન્ડિયા ૨.૨૭ ટકા અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૨.૨૪ ટકા વધ્યા હતા, જ્યારે લાર્સન એન્ડ ટુબ્રો ૪.૨૨ ટકા અને ટાઈટન કંપની ૧.૦૩ ટકા ઘટ્યા હતા.

એશિયન બજારોમાં, ટોક્યો, શાંઘાઈ અને હોંગકોંગ નેગેટીવ જોનમાં સરક્યા હતા, જ્યારે સિઓલ ગ્રીન જોનમાં સ્થાયી થયો હતો. યુરોપિયન બજારોમાં ખુલતા સત્રમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. મંગળવારે અમેરિકન બજારો મોટાભાગે નીચી સપાટીએ બંધ રહ્યા હતા.

બજારના સાધનોએ જણાવ્યું હતું કે, વચગાળાના બજેટ પહેલા ભારતીય બજારોમાં સકારાત્મક બિલ્ડ-અપ પ્રતિબિંબિત થયું હતું. જો કે રોકાણકારોને નાણાં પ્રધાન કોઇ બહુ સારી જાહેરાત કરે એવી અપેક્ષાઓ ઓછી છે. બજારના વિશ્ર્લેષકો અનુસાર કરવેરાની આવકમાં આવેલા ઉછાળાને જોતા રાજકોષીય ખાધ નીચી સપાટીએ રહેવાની અપેક્ષા છે.

જિયોજિત ફાઇનાન્સિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, બજારમાં એકંદર વલણ જોતા ટોચના ફંડ મેનેજરો માને છે કે, નીચા મથાળે લેવાલીની વ્યૂહરચના સારી છે. ફેડરલની મીટિંગ પહેલા વૈશ્વિક બજારના સંકેતો મિશ્ર છે, અને યુએસ ૧૦-વર્ષની ઉપજ નજીવી રીતે ઘટી ગઇ હતી. વૈશ્ર્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૯૧ ટકા ઘટીને ૮૨.૧૨ ડોલર પ્રતિ બેરલ બોલાયું છે.
એક્સચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) એ મંગળવારે રૂ. ૧,૯૭૦.૫૨ કરોડની ઇક્વિટી ઓફલોડ કરી હતી. આ મહિનામાં એફઆઇઆઇએ ભારતીય બજારમાં અત્યાર સુધીમાં લગભગ રૂ. ૨૫,૦૦૦ કરોડની વેચવાલી કરી છે. મંગળવારે બીએસઇ બેન્ચમાર્ક ૮૦૧.૬૭ પોઈન્ટ અથવા ૧.૧૧ ટકા ઘટીને ૭૧,૧૩૯.૯૦ પર સેટલ થયો હતો. નિફ્ટી ૨૧૫.૫૦ પોઈન્ટ અથવા ૦.૯૯ ટકા ઘટીને ૨૧,૫૨૨.૧૦ પર આવી ગયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker