બજાજ ફાઇનાન્સના ધક્કાથી શેરબજારને આંચકો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: બજાર માટે પ્રતિકૂળ એવા અન્ય પરિબળો ઉપરાંત આજે શેરબજારને બજાજ ફાઇનાન્સના પરિણામનો પણ ધક્કો લાગ્યો છે. પરિણામ એકંદરે ખરાબ નહોતા પરંતુ માર્જીન સંદર્ભે બજારને અસંતોષ થતાં સેન્ટિમેન્ટ ખરડાયું હતું.
હાઈ વેઇટેજ ફાઇનાન્શિયલ્સમાં ૦.૫૨ ટકાનો ઘટાડો થયો. સવારે બજાજ ફાઇનાન્સ 2.13 ટકા જેટલો તૂટ્યો હતો અને તે નિફ્ટી બેન્ચ માર્કનો ટોચનો લુઝર બન્યો હતો.
આ નોન-બેંક ધિરાણકર્તાએ મંગળવારે સપ્ટેમ્બર ક્વાર્ટરના નફા પછી બજારના કલાકોમાં અપેક્ષા કરતા ઓછો વધારો કર્યો હતો, કારણ કે બેડ લોન માટેની જોગવાઈઓ વધી હતી.
પરિણામની જાહેરાત બાદ બજારે ઘટાડો પચાવ્યો પણ હતો, જોકે આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેકસ ૩૫૦ પોઇન્ટ નીચે છે અને નિફ્ટી ૧૯,૭૫૦ ની નીચે છે.
ચીનના મજબૂત આર્થિક ડેટાને કારણે મેટલ સ્તોકસમાં આવેલો સુધારો વધુ ટક્યો નહિ. મધ્ય પૂર્વના તીવ્ર સંઘર્ષ અને યુએસ રેટની ચિંતાઓને કારણે બજારનું સેન્ટિમેન્ટ ખોરવાઈ જતાં બુધવારે ભારતીય શેરબજાર ફરી ગબડતું રહ્યું હતું.
જુલાઈ-સપ્ટેમ્બરમાં ચીનની અર્થવ્યવસ્થા અપેક્ષિત કરતાં વધુ ઝડપી દરે વૃદ્ધિ પામી હોવાના ડેટા દર્શાવે છે તે પછી મેટલ્સમાં લગભગ એક ટકાનો ઉછાળો આવ્યો હતો, જેણે ટોચના ધાતુઓના ઉપભોક્તાઓમાં રિકવરી અંગેની ચિંતા હળવી કરી હતી.સવારના પ્રારંભિક સત્રમાં હિન્દાલ્કો, ટાટા સ્ટીલ, JSW સ્ટીલ નિફ્ટી ઇન્ડેક્સના ટોચના વધનાર શેરોમાં સામેલ હતા.