શેર બજાર
યુએસ ડોલરની સેફ હેવન ડીમાન્ડ ઘટતા રૂપિયો મજબૂત બનશે
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: નબળા સ્થાનિક બજારો અને ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળા વચ્ચે બુધવારે ભારતીય રૂપિયો ઘટ્યો હતો. જો કે, યુએસ ડોલરમાં નરમાઈ આવવાને કારણે ભારતીય ચલણને સહેજ ટેકો મળ્યો હતો. અમેરિકન પ્રમુખ જૉ બાઇડેને ઇઝરાયલને ટેકો આપવાની જાહેરાત કરી હોવાથી હમાસ-ઇઝરાયલ સંઘર્ષને કાબૂમાં લેવાની અપેક્ષાઓ વધી હતી અને યુએસ ડોલર નરમ પડ્યો હતો. આનાથી યુએસ ડોલરની સેફ હેવનની માગ ઘટી ગઈ હતી. યુએસ ફેડરલ રિઝર્વના અધિકારીઓના ડોવિશ સ્ટાન્સને કારણે પણ અમેરિકન ગ્રીનબેક પર દબાણ આવ્યું છે.
યુએસ ડોલરની નરમાઈ સ્થાનિક ચલણને વધુ ટેકો આપી શકે છે. જોકે, વૈશ્ર્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો દબાણ લાવી શકે છે. મધ્યપૂર્વમાં ભૌગોલિક રાજકીય તણાવમાં કોઈપણ વધુ વધારો રૂપિયાને ઊંચા સ્તરેથી નીચે લાવી શકે છે.