શેર બજાર

Ajax Engineering IPO:આઇપીઓ ખૂલતા પૂર્વે જ ગ્રે માર્કેટમાં બોલબાલા, રોકાણ કરતાં પૂર્વે જાણો સંપૂર્ણ વિગતો

મુંબઈ: આઇપીઓ માર્કેટના આ સપ્તાહે ત્રણ આઈપીઓ લોન્ચ થવાના છે. જેમાં આજે અજાકસ એન્જિનિયરિંગ લિમિટેડનો (Ajax Engineering IPO)આઇપીઓ ખૂલ્યો છે. જેનો પ્રાઇસ બેન્ડ રૂપિયા 599 થી 629 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવ્યો છે. જેમાં કંપની બુક બિલ્ડથી રોકાણકારો રૂપિયા 379. 32 એકત્ર કર્યા છે. જ્યારે આઇપીઓ બીએએસઇ અને એનએસસી પર લિસ્ટિંગ થશે. કંપની આઇપીઓ મારફતે રૂપિયા 1269.35 કરોડ એકત્ર કરશે. આ કંપનીના શેર ગ્રે માર્કેટમાં રૂપિયા 56ના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. આ કંપનીનો આઇપીઓ રોકાણકારો માટે 12 ફેબ્રુઆરી સુધી ખુલ્લો રહેશે.

અજાકસ એન્જિનિયરિંગનું મૂડીરોકાણ રૂપિયા 7196.19 કરોડ

અજાકસ એન્જિનિયરિંગનું મૂડીરોકાણ રૂપિયા 7196.19 કરોડ છે. નાણાકીય વર્ષ 2024 માં એન્જિનિયરિંગ કંપનીએ સંપત્તિ, આવક અને નેટવર્થમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી હતી. નાણાકીય વર્ષ 2024 માં કંપનીનો ચોખ્ખો નફો રૂપિયા 225 કરોડ હતો. જે પાછલા નાણાકીય વર્ષમાં લગભગ રૂપિયા 6 કરોડ હતો. જુલાઈથી સપ્ટેમ્બર 2025 ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો લગભગ રૂપિયા 101 કરોડ હતો.

Read This…તિરુપતિ લાડુમાં ચરબી ભેળવનારાઓ સામે સીબીઆઇની કાર્યવાહી, કરી ધરપકડ

નફામાં 132 ટકા વૃદ્ધિ સાથે મજબૂત નફો દર્શાવ્યો છે

આ અંગે નિષ્ણાતોએ જણાવ્યું હતું કે કંપની સેલ્ફ-લોડિંગ કોંક્રિટ મિક્સર્સ માં માર્કેટ લીડર છે અને બાંધકામ મશીનરીની વિશાળ શ્રેણીનું ઉત્પાદન કરે છે. તે 77 ટકા માર્કેટ શેર અને મજબૂત સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ડીલરશીપ નેટવર્ક સાથે નાણાકીય વૃદ્ધિ દર્શાવી છે. જેની આવક નાણાકીય વર્ષ 2022 માં રૂપિયા 763 કરોડથી વધીને નાણાકીય વર્ષ 2024માં રૂપિયા 1,741 કરોડ થઈ છે. કંપનીએ કર પછીના નફામાં 132 ટકા વૃદ્ધિ સાથે મજબૂત નફો દર્શાવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button