
મુંબઈ: દિવસભર જોરદાર તેજી બાદ છેલ્લા એક કલાકમાં બજાર ઘટાડા સાથે બંધ થયું, સેન્સેક્સ(Sensex)દિવસના ઉચ્ચ સ્તરેથી 760 પોઈન્ટ અને નિફ્ટી(NIFTY) દિવસના ઉચ્ચ સ્તરેથી લગભગ 160 પોઈન્ટ ગગડીને બંધ થયો હતો. બેન્કિંગ શેરોમાં વેચવાલીને કારણે બજારમાં આ ઘટાડો જોવા મળ્યો છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 210 અંકોના ઘટાડા સાથે 79,032.73 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 34 પોઈન્ટના ઘટાડા સાથે 24009 પોઈન્ટ પર બંધ થયા છે.
પ્રોફિટ બુકિંગના કારણે ભારતીય શેરબજાર(Indian Share market) સપ્તાહના છેલ્લા સત્રમાં ઘટાડા સાથે બંધ થયું હતું. શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હોવા છતાં માર્કેટ કેપિટલાઈઝેશનમાં ઉછાળો આવ્યો છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 439.26 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું, જે અગાઉના સેશનમાં રૂ. 438.41 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું. આજના સત્રમાં માર્કેટ વેલ્યુએશનમાં રૂ. 85,000 કરોડનો વધારો જોવા મળ્યો છે.
આ પણ વાંચો: શૅરબજારમાં નવો વિક્રમ: સેન્સેક્સ નવા શિખરે, નિફ્ટીએ ૨૩ સત્રમાં હાંસલ કર્યો ૨૪,૦૦૦નો આંક
ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સોએ આજે શુક્રવારે ઇન્ટ્રા-ડે ટ્રેડીંગમાં વિક્રમી ઊંચી સપાટી બનાવી હતી, જેના કારણે રિલાયન્સ, PSU બેન્કો અને પસંદગીના IT શેરોમાં વધારો થયો હતો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 11 માં પણ ઘટાડો જોવા મળ્યો હતો. અલ્ટ્રાટેક સિમેન્ટ્સ, અદાણી પોર્ટ્સ, ઇન્ડસઇન્ડ બેન્ક, મારુતિ અને એક્સિસ બેન્ક, શરૂઆતના કારોબારમાં 1.21 ટકા સુધી ઘટ્યા હતા.
BSE સેન્સેક્સ 79,672ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો અને NSE નિફ્ટી 24,174ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.