શેરબજારમાં અફડાતફડી બાદ IPO Marketની પણ ચમક ઝાંખી પડી, આ મહિને હજુ સુધી એક પણ આઇપીઓ લોન્ચ નહિ

મુંબઈ : ભારતીય શેરબજારમાં અફડાતફડીના માહોલ વચ્ચે આઈપીઓ બજારની(IPO Market)ચમક પણ ઝાંખી પડી છે. શેરબજારના સતત ઘટાડા બાદ રોકાનકારોમાં વ્યાપેલી નિરાશા વચ્ચે છેલ્લા ત્રણ અઠવાડિયામાં કોઇ પણ નવી કંપનીના આઇપીઓ લોન્ચ નથી થયા.
મળતી માહિતી મુજબ જાન્યુઆરી માસમાં ફક્ત પાંચ કંપની અને ફેબ્રુઆરી માસમાં માત્ર ચાર કંપનીઓ બજારના લિસ્ટેડ થઇ હતી. જ્યાર આ પૂર્વે ડિસેમ્બર માસમાં 16 કંપનીઓના આઇપીઓ શેરબજારના લિસ્ટ થયા હતા. જોકે, વર્ષ 2024 આઇપીઓ બજાર માટે પ્રોત્સાહક રહ્યું હતું. જ્યારે 2025નું વર્ષ આઇપીઓ બજાર હજુ સારું નથી.
આપણ વાંચો: IPO Market : આઈપીઓ રોકાણકારો માટે સારા સમાચાર, સેબી કરી રહી છે આ તૈયારી
ત્રણ કંપનીઓએ આઇપીઓ લોન્ચિંગ પરત ખેંચ્યું
આ ઉપરાંત શેરબજારમાં મંદી અને રોકાણકારોમાં નિરાશાના પગલે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ત્રણ કંપનીઓ – એડવાન્સ્ડ સિસ્ટમ-ટેક, એસએફસી એન્વાયર્નમેન્ટલ ટેક્નોલોજીસ અને વિની કોર્પોરેશન – એ તેમના ડ્રાફ્ટ દસ્તાવેજો પાછા ખેંચીને તેમની આઈપીઓ યોજનાઓ પાછી ખેંચી લીધી હોવાથી પ્રવૃત્તિ ધીમી પડી છે.
આ ફેરફાર 2024 ના નોંધપાત્ર પ્રદર્શન પછી આવ્યો છે જેમાં 91 આઇપીઓ દ્વારા સામૂહિક રીતે રૂપિયા 1.6 લાખ કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે આઇપીઓ પ્રવૃત્તિ મજબૂત રિટેલ ભાગીદારી, મજબૂત અર્થતંત્ર અને ઝડપથી વધી રહેલા ખાનગી મૂડી ખર્ચ દ્વારા પ્રેરિત હતી.
આપણ વાંચો: ઈકો-સ્પેશિયલ : 2024માં આઈપીઓ: વિશ્વસ્તરે આપણું સ્થાન મહત્ત્વનું બની રહ્યું છે!
શેરબજારના ઘટાડાની નકારાત્મક અસર પડી
જ્યારે બજાર નિષ્ણાતોના મતે આ નરમાઈ મુખ્યત્વે સેકન્ડરી માર્કેટમાં કરેક્શન’ને કારણે છે. જેના કારણે ઘણી લિસ્ટેડ કંપનીઓના શેરના ભાવ પર નકારાત્મક અસર પડી છે. પરિણામે રોકાણકારોએ નવી લિસ્ટિંગ શોધવાને બદલે તેમના હાલના પોર્ટફોલિયો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. નવા આઇપીઓ પર રોકાણકારોનું ધ્યાન કેન્દ્રિત ન થવાને કારણે બજારમાં સુસ્તી આવી છે.