
નિલેશ વાઘેલા
મુંબઇ: દસ કા દમ! એક તરફ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની તઘલખી નીતિઓને કારણે સેકન્ડરી માર્કેટમાં અસ્થિરતા સર્જાઈ રહી છે, ત્યાં બીજી તરફ પ્રાથમિક બજારમાં જાહેર ભરણાંની વણઝાર આવતી જ જાય છે!
એ જ સાથે એવું પણ જોવા મળ્યું છે કે આ ભરણાં વિક્રમી સંખ્યાઓની અરજી સાથે અનેકગણા ઓવરસબસ્ક્રાઈબ થાય છે. આ કંપનીઓના શેર માટે ગ્રે માર્કેટમાં ઊંચા પ્રીમિયમ બોલાય છે અને એ જ સાથે લિસ્ટીંગ પણ ઊંચા ભાવે થાય છે.
જોકે બજારના વિશ્લેષકો રોકાણકારોને સાવધ રહેવાની સલાહ આપે છે. જાહેર ભરણાંનો પ્રવાહ પ્રાથમિક બજારના ઉત્સાહને પ્રતિબિંબિત કરે છે એ ખરું, પરંતુ વિશ્લેષકો ચેતવણી આપે છે કે રોકાણકારોએ પસંદગીયુક્ત બનવાની જરૂર છે. કંપનીના ઈતિહાસ, ફંડામેન્ટલ અને ભાવિ શક્યતાઓ ચકાસવી જોઈએ.
આ પણ વાંચો: જાણો શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગ ક્યા દિવસે, કેટલા વાગે થશે?
દલાલ સ્ટ્રીટ પર આજે દસ IPO એકસાથે લોન્ચ થતાં ભારે ભીડનું વાતાવરણ સર્જાયું છે. રોકાણકારો પાસે આનંદ રાઠી, શેષાસાઈ ટેક્નોલોજીસ અને સોલારવર્લ્ડ એનર્જી સહિત ઘણા વિકલ્પો છે. આમાંના કેટલાક જાહેર ભરણાં મજબૂત પ્રીમિયમ દર્શાવે છે.
મેઈનબોર્ડના ઇશ્યૂઓ ઉપરાંત સ્મોલ અને મીડિયમ સેગમેન્ટની પણ ઢગલાબંધ કંપની મૂડીબજારમાં પ્રવેશી છે.
નાના SME ઇશ્યૂ જેમ કે ઇકોલાઇન એક્ઝિમ, મેટ્રિક્સ જીઓ સોલ્યુશન્સ, ટ્રુ કલર્સ, એપ્ટસ ફાર્મા, એનએસબી બીપીઓ સોલ્યુશન્સ અને ભારતરોહન એરબોર્ન જેવી કંપનીઓ પણ પ્રવેશી છે.
જોકે વિશ્લેષકોની ચેતવણી અનુસરવા સાથે અગાઉ જણાવ્યા અનુસાર રોકાણ કરતા પહેલા આ કંપનીઓની નાણાકીય પરિસ્થિતિ, બિઝનેસ મોડેલ વગેરે બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. રોકાણકારોએ સ્પષ્ટ વૃદ્ધિ સંભાવના ધરાવતી કંપનીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
આ પણ વાંચો: એચ-૧બીનો ફટકો, સેન્સેકમાં ગાબડું, આઇટી શેરોમાં કડાકા…
દરમિયાન આ સપ્તાહે મૂડીબજારમાંથી રૂ. ૬,૩૦૦ કરોડ એકત્ર કરવા પચ્ચીસ કંપની પ્રવેશી રહી છે, જેમાં બ્રોકિંગ અને રિસાઇક્લિગંથી લઈને ઇલેક્ટ્રિકલ્સ અને ડિજિટલ સેવાઓ સુધીના ક્ષેત્રોમાં મોટા નામોનો સમાવેશ થશે. પ્રાઇમરી માર્કેટમાં સાત્વિક ગ્રીન એનર્જી અને જીકે એનર્જીએ ગુરુવારે ૧૯મી સપ્ટેમ્બરે મૂડીબજારમાં પ્રવેશ કર્યો છે.
એટલાન્ટા ઇલેક્ટ્રિકલ્સ અને ગણેશ પ્રોડક્ટ્સનો આઇપીઓે ૨૨ સપ્ટેમ્બરના રોજ અને આનંદ રાઠી, જારો ઇન્સ્ટિટ્યૂટ અને શેષાસાઇ ટેક્નોલોજીસનો આઇપીઓ ૨૩ સપ્ટેમ્બરના રોજ પ્રાઇમરી માર્કેટમાં પ્રવેશ્યા છે. જૈન રિસોર્સ રિસાયક્લિંગ લિમિટેડ અને ઇપેક પ્રીફેબ ટેક્નોલોજીસ લિમિટેડના આઇપીઓ ૨૪ સપ્ટેમ્બરે ખૂલશે.
ટ્રુઅલલ્ટ બાયોએનર્જી અને જિનકુશલ ઇન્ડસ્ટ્રીઝનો આઇપીઓ ૨૫ સપ્ટેમ્બરે ખૂલશે. શિવાયલયા ક્ધસ્ટ્રકશને ડીઆરએચપી જમા કરાવ્યું છે. ગ્લાસ વોલ સિસ્ટમ્સે ડીઆરએચપી જમા કરાવ્યું છે. હાલમાં જ બંધ થયેલા આઇપીઓમાં યુરો પ્રતિક, સંપટ એલ્યુમિનિયમ, ટેકડી સાઇબર સિક્યુરિટીઝ અને વીએમએસ ટીએમટીનો સમાવેશ છે.