સ્પોર્ટસ

ઇંગ્લૅન્ડે જુઓ, ઝિમ્બાબ્વેને ત્રણ જ દિવસમાં કેવી રીતે હરાવી દીધું…

નૉટિંગહૅમઃ બેન સ્ટૉક્સના સુકાનમાં ઇંગ્લૅન્ડે (England) અહીં શનિવારે ઝિમ્બાબ્વે (ZIMBABWE)ને એકમાત્ર ટેસ્ટમાં એક ઇનિંગ્સ (innings) અને 45 રનથી હરાવી દીધું હતું. બન્ને દેશ વચ્ચે બાવીસ વર્ષે ફરી એક વાર ટેસ્ટ મૅચ રમાઈ અને એમાં બ્રિટિશરોએ બે દિવસ બાકી રાખીને વિજય મેળવી લીધો.

ઇંગ્લૅન્ડે પ્રથમ દાવમાં ત્રણ બૅટ્સમેનની સેન્ચુરી અને એક બૅટ્સમૅનની હાફ સેન્ચુરીની મદદથી છ વિકેટે 565 રન બનાવીને પહેલો દાવ ડિક્લેર કરી નાખ્યો હતો. એ 565 રનમાં ઝૅક ક્રૉવ્લી (124), બેન ડકેટ (140) અને ઑલી પોપ (171)ના તેમ જ હૅરી બ્રૂક (58)ના મુખ્ય યોગદાન હતા.

ઝિમ્બાબ્વેની ટીમ ઓપનર બ્રાયન બેનેટ (139)ની સેન્ચુરી છતાં 265 રનમાં આઉટ થઈ જતાં ઇંગ્લૅન્ડે 300 રનની સરસાઈ લેવાની સાથે ઝિમ્બાબ્વેને ફૉલો-ઑન આપી હતી. બીજા દાવમાં ઝિમ્બાબ્વેની ટીમ શૉન વિલિયમ્સના 88 રન અને સિકંદર રઝાના 60 રન છતાં 255 રને ઑલઆઉટ થઈ ગઈ હતી. ઇંગ્લૅન્ડના મૅન ઑફ ધ મૅચ સ્પિનર શોએબ બશીરે પ્રથમ દાવમાં ત્રણ અને બીજા દાવમાં છ વિકેટ લીધી હતી.

હવે ઇંગ્લૅન્ડની ટેસ્ટ ટીમ આ જીતને પગલે જુસ્સા સાથે 20મી જૂનથી ભારત સામે પ્રથમ ટેસ્ટ રમશે. જોકે એ પહેલાં ઇંગ્લૅન્ડની વેસ્ટ ઇન્ડિઝ સામે વન-ડે અને ટી-20 સિરીઝ રમાવાની છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button