સ્પોર્ટસ

ઝહીર ખાનના ઘરે પારણું બંધાયું, સાગરિકા ઘાટગેએ દીકરાને જન્મ આપ્યો,જુઓ ફોટો

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાને અને બોલિવુડ એક્ટર સાગરિકા ઘાટગેના ઘરે પારણું બંધાયું છે. સાગરિકાએ દીકરાને જન્મ આપ્યા છે. બંને બાળક સાથેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. સોશિયલ મીડિયા પર દીકરાનું નામ પણ જાહેર કરવામાં આવ્યું છે.

46 વર્ષીય ઝહીર ખાને ઇન્સ્ટાગ્રામ પર પત્ની સાગરિકા ઘાટગે અને બાળક સાથે ફોટો શેર કર્યા છે. તેણે ફોટાના કેપ્શનમાં બાળકનું નામ પણ જાહેર કર્યું છે. તેને લખ્યું લખ્યું છે, ‘ભગવાનના પ્રેમ અને આશીર્વાદથી, અમે અમારા બાળક (ફતેહ સિંહ ખાન)નું સ્વાગત કરીએ છીએ.’

શેર કરવામાં આવેલા બીજા ફોટામાં સાગરિકા બાળકનો હાથ પકડીને બેથી છે. બંનેના ફેન્સ બંનેને અભિનંદન આપી રહ્યા છે અને બાળક પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે અને આશીર્વાદ આપી રહ્યા છે.

ક્રિકેટ અને ફિલ્મ જગતના સેલેબ્સ પણ બંનેને અભિનંદન પાઠવી રહ્યા છે. અભિનેત્રી ડાયના પેન્ટીએ બંનેને અભિનંદન આપતા લખ્યું, ‘તમને બંનેને અભિનંદન.’ હુમા કુરેશી, ડેલનાઝ ઈરાની, અંગદ બેદી, આથિયા શેટ્ટી અને ક્રિકેટર સુરેશ રૈના જેવી જાણીતી હસ્તીઓએ પણ સોશિયલ મીડિયા દ્વારા તેમને અભિનંદન પાઠવ્યા છે.

થોડા વર્ષો સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ ઝહીર અને સાગરિકાએ 2017 માં લગ્ન કર્યા હતાં. બંનેએ સાદાઈથી ખાનગીમાં લગ્ન કર્યા હતાં, પરંતુ બાદમાં આ દંપતીએ મુંબઈમાં એક ભવ્ય રિસેપ્શનનું આયોજન કર્યું હતું.

ઝહીર ખાનની ગણતરી દેશના શ્રેષ્ઠ ફાસ્ટ બોલરોમાં થાય છે. શાહરૂખ ખાન અભિનીત ફિલ્મ ચક દે ઇન્ડિયામાં સાગરિકાએ પ્રીતિ સભરવાલની ભૂમિકા ભજવી હતી.

આપણ વાંચો:  મૅચ-વિનર ચહલ વિશે રોમાંચિત થયેલી ગર્લફ્રેન્ડ મહવાશે લખ્યું…‘આ ખેલાડી તો…’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button