
મુંબઈની બાંદ્રા ખાતે આવેલી ફેમિલી કોર્ટમાં આજે ટીમ ઈન્ડિયાના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના ડિવોર્સ કેસ પર ચુકાદો આપવામાં આવ્યો. હવે ચહલ અને ધનશ્રી ઓફિશિયલી હસબન્ડ-વાઈફ નથી અને બંનેના રસ્તા અલગ અલગ થઈ ગયા છે. આ બધા વચ્ચે આજે કોર્ટમાંથી બહાર નીકળતી વખતે ધનશ્રી વર્માને મહેણુ મારતા એવી ગૂગલી નાખી હતી કે જેની ચર્ચામાં ચારેકોર થઈ રહી છે.
અહં… યુઝીએ ધનશ્રી સાથે વાત કર્યા વિના જ પોતાના ટી-શર્ટ પર લખેલા ક્વોટથી એવી વાત કહી દીધી હતી કે એનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ શું ખાસ લખ્યું છે યુઝવેન્દ્રના ટી-શર્ટ પર…
વાત જાણે એમ છે કે યુઝવેન્દ્ર અને ધનશ્રી આજે મુંબઈની બાંદ્રા ફેમિલી કોર્ટમાં પહોંચ્યા હતા, જ્યાં કોર્ટે તેમના ડિવોર્સના કેસ પર ચુકાદો આપ્યો હતો. ચહલે ધનશ્રીને એલિમની તરીકે 4.75 કરોડ રૂપિયા ચૂકવવા પડશે અને આ એક ટેક્સ ફ્રી એમાઉન્ટ છે. લાંબા સમયથી બંનેના ડિવોર્સના સમાચારો સામે આવી રહ્યા હતા અને આજે ફાઈનલી બંનેના રસ્તા હંમેશા માટે અલગ અલગ થઈ ગયા છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયો જોવા મળે છે કે ચહલ કોર્ટમાંથી બહાર આવી રહ્યો છે. આ સમયે તેણે બ્લેક કલરનો ટી-શર્ટ પહેર્યું હતું અને આ ટી-શર્ટ પર એક ક્વોટ લખેલો જોવા મળી રહ્યો છે. નેટિઝન્સ આ ક્વોટને ધનશ્રી સાથે જોડીને જોઈ રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે ચહલે ધનશ્રીને કમાલનું મહેણું માર્યું છે. ચહલના ટી-શર્ટ પર લખેલાં ક્વોટની વાત કરીએ તો તે કંઈક આવો હતો- બી યોર ઓન શુગર ડેડી. આ ક્વોટનો અર્થ એવો થાય છે કે પોતાની જાત માટે પોતે જ આર્થિક સહારો બનો, બીજા પર આધાર ના રાખશો.
ચહલનો આ વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. ફેન્સ આ વીડિયો પર જાત જાતની કમેન્ટ કરી રહ્યા છે. ચહલ જ્યારે કોર્ટમાં અંદર ગયો ત્યારે તેણે આ ટી-શર્ટ પર બ્લેક જેકેટ પહેર્યું હતું એટલે આ ક્વોટ ના દેખાયો, પણ બહાર આવતી વખતે ભાઈ વાત જાહેર થઈ જ ગઈ. ફેન્સ તો આ ક્વોટ પર જોરદાર મજા લઈ રહ્યા છે અને એવું લાગી રહ્યું છે કે ચહલે આજ માટે આ ટી-શર્ટ જાણી જોઈને પસંદ કરી હતી. ભાઈ આ વાતનો જવાબ તો ચહલ જ આપી શકે…