સ્પોર્ટસ

ચક્કર ક્યાં હૈ! યુઝવેન્દ્ર ચહલ હવે આ રિયાલીટી શોમાં જોવા મળશે

મુંબઈ: ભારતીય ટીમનો સ્ટાર સ્પીન બોલર યુઝવેન્દ્ર ચહલ છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહ્યો છે. યુઝવેન્દ્ર અને તેની પત્ની ધનશ્રીના છુટાછેડા અંગેની અફવાઓએ ફરી જોર પકડ્યું છે. એવામાં યુઝવેન્દ્ર લોકપ્રિય રિયાલીટી શો બિગ બોસમાં જોવા (Yuzvendra Chahal in Big Boss) મળશે, એવામાં જોવાનું એ રહેશે કે તે બિગ બોસની મુલાકાત દરમિયાન ધનશ્રી સાથેના સંબંધો અંગે વધુ સ્પષ્ટતા કરે છે કે નહીં.

આ ત્રણ ક્રિકેટરો સાથે જોવા મળશે:
યુઝવેન્દ્ર ચહલ તેના મિત્રો શ્રેયસ ઐયર અને શશાંક સિંહ સાથે બિગ બોસમાં જોવા મળશે. રવિવારે, વીકેન્ડ કા વારમાં ત્રણેય ક્રિકેટર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન સાથે સ્ટેજ પર જોવા મળશે. એટલું જ નહીં, તેઓ ચહલ બિગ બોસ 18 ના હાઉસની અંદર ક્રિકેટ પણ રમશે. ગઈકાલે બિગ બોસના એપિસોડ સાથે રવિવારના એપિસોડનો પ્રોમો બતાવવામાં આવ્યો હતો. પ્રોમોમાં, યુઝવેન્દ્ર ચહલ બિગ બોસ 18 ના ઘરની અંદર છગ્ગા મારતો જોવા મળે છે.

ચહલનો લૂક:
ચહલ સેટ પર બ્લેક ટી-શર્ટ, બ્લુ ડેનિમ જીન્સ અને બ્રાઇટ યેલો સ્નીકર્સ પહેરીને પહોંચ્યો હતો. તેણે પાપારાઝી સાથે વાતચીત ન કરી અને સીધો વેનિટી વાન તરફ ગયો હતો. ત્યાર બાદ, તે પાપારાઝી માટે નવા લુકમાં પોઝ આપવા આવ્યો. આ વખતે, તે કાર્ગો પેન્ટ પર કાળા ટી-શર્ટ અને સફેદ જેકેટ પહેરેલો જોવા મળ્યો.

આ પણ વાંચો : યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા લઈ રહ્યા છે ‘Divorce’? ભર્યું આ મોટું પગલું…

ચાહકોને અપીલ:
આ અઠવાડિયાની શરૂઆતમાં, ચહલે ધનશ્રી સાથે છૂટાછેડાની અફવાઓ અંગે નિવેદન આપ્યું હતું . ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર, તેણે એક નિવેદન શેર કર્યું, જેમાં ચાહકોને તેમના અંગત જીવન વિશે અટકળો ન કરવા વિનંતી કરી.

શનિવારે બિગબોસમાં શું થયું?
ગઈ કાલે શનિવારે, બિગ બોસના હોસ્ટ સલમાન ખાને દર વખતની જેમ આ વખતે પણ સ્પર્ધકો સાથે વાત કરી. આ સાથે, સ્પર્ધકોને કેટલાક મુદ્દાઓ અંગે સલાહ પણ આપવામાં આવી છે. સલમાન ખાને સાથે અભિનેત્રી રવિના ટંડન પણ બિગ બોસના સેટ પર જોવા મળી હતી. ઉપરાંત, અજય દેવગનનો ભત્રીજો અમન દેવગન પણ રવિના ટંડનની પુત્રી રાશા થડા પહોંચ્યા હતાં. બંનેએ તેમની ફિલ્મ આઝાદનું પ્રમોશન કરવા પહોંચ્યા હતાં. આ દરમિયાન સલમાન ખાને રવિના ટંડન સાથેની પોતાની જૂની તસવીરો જોઈને પોતાની યાદો તાજી કરી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button