સ્પોર્ટસ

યુઝવેન્દ્ર ચહલ કાઉન્ટીમાં હલચલ મચાવી રહ્યો છે…

બ્રિસ્ટૉલ: ભારતના ટોચના સ્પિનર્સમાં ગણાતા 34 વર્ષીય યુઝવેન્દ્ર ચહલને એક વર્ષથી ટીમ ઇન્ડિયા વતી રમવા નથી મળ્યું અને ટેસ્ટમાં કરીઅર શરૂ કરવાનો તો તેને મોકો જ નથી મળ્યો, પરંતુ ઇંગ્લૅન્ડની કાઉન્ટી ક્રિકેટમાં તે લાંબા ફૉર્મેટમાં ત્રણ-ચાર દિવસની મૅચોમાં તેમ જ વન-ડે કપમાં ધમાલ મચાવી રહ્યો છે.

ઇંગ્લૅન્ડ આવ્યા બાદ તેણે નૉર્ધમ્પ્ટનશર વતી તે સાત ઇનિંગ્સ રમ્યો છે જેમાં તેણે કુલ 19 વિકેટ લઈને તરખાટ મચાવી દીધો છે.

લેગ-બ્રેક ગૂગલીના સ્પેશિયાલિસ્ટ ચહલે નૉર્ધમ્પ્ટનશરને બે મૅચમાં શાનદાર વિજય પણ અપાવ્યો હોવાથી કાઉન્ટી-ક્રિકેટમાં તેની વાહ-વાહ થઈ રહી છે.

14મી ઑગસ્ટે વન-ડે કપમાં તેણે ફક્ત 14 રનમાં પાંચ વિકેટનો એવો અસરદાર પર્ફોર્મન્સ બતાવ્યો જેને લીધે કેન્ટની ટીમ માત્ર 82 રનમાં તંબૂ ભેગી થઈ ગઈ હતી અને નૉર્ધમ્પ્ટશરે 216 બૉલ બાકી રાખીને નવ વિકેટના માર્જિનથી વિજય મેળવી લીધો હતો.

આ પણ વાંચો : ચહલે ઇંગ્લિશ કાઉન્ટીમાં ડેબ્યૂમાં જ મચાવી હલચલ

મિડલસેક્સ સામેની ચાર દિવસીય મૅચમાં ચહલ બે દાવમાં ફક્ત એક વિકેટ લઈ શક્યો એટલે જ નૉર્ધમ્પ્ટનશરની ટીમે પરાજય જોવો પડ્યો હતો. જોકે ગ્લુસેસ્ટરશર સામેની મૅચ ડ્રૉમાં ગયા બાદ ચહલે ડર્બીશરની ટીમની ખબર લઈ નાખી અને પ્રથમ દાવમાં 45 રનમાં પાંચ અને બીજા દાવમાં 54 રનમાં ચાર વિકેટ લઈને નૉર્ધમ્પ્ટનશરને 133 રનથી મળેલા વિજયમાં કુલ નવ વિકેટનું સૌથી મોટું યોગદાન આપ્યું હતું.

હવે ચહલ લેસ્ટરશર સામેની ચાર દિવસની મૅચમાં કમાલ દેખાડી રહ્યો છે. પહેલા દાવમાં તે 82 રનમાં ચાર રેહાન અહમદ (30 રન), ઇયાન હૉલેન્ડ (12 રન) અને વિકેટકીપર બેન કૉક્સ (પચીસ રન) સહિત કુલ ચાર વિકેટ લઈ ચૂક્યો છે. તેને સામા છેડેથી 20 રનમાં ત્રણ વિકેટ લેનાર રોબર્ટ કીઑફ નામના ઑફ સ્પિનરનો સારો સાથ મળ્યો અને તેમના આ સુંદર તાલમેલને લીધે જ લેસ્ટરશરની ટીમ ફક્ત 203 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી અને નૉર્ધમ્પ્ટનશર સામે તોતિંગ સ્કોર નોંધાવવાનું લેસ્ટરશરની ટીમના ખેલાડીઓનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું.

Show More

Related Articles

Back to top button
એક મહિનામાં પેટ પરથી ચરબીના થર ઉતારી દેશે આ એક વસ્તુ… આટલી મોંઘી કુર્તી પહેરીને પપ્પાના ખોળામાં મસ્તી કરતી દેખાઈ Raha Kapoor… આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં?