
હૈદરાબાદ: ગઈકાલે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશલ ક્રિકેટ સ્ટેડિયમમાં Mumbai Indian’s Vs Sunrisers Hyderabad વચ્ચે રમાયેલી મેચમાં 277 રનના ટાર્ગેટને ચેઝ કરવામાં Mumbai Indian’sની ટીમ ખૂબ ખૂબ જ ખરાબ રીતે નિષ્ફળ સાબિત થઈ હતી અને સતત બીજી વખત હરનો સામનો કરવાનો વારો આવ્યો હતો. પરંતુ ગઈકાલની મેચ ખૂબ જ રોમાંચક અને રેકોર્ડબ્રેકિંગ સાબિત થઈ હતી કારણ કે આ જ મેચમાં એક નહીં પણ બે બે ફાસ્ટેસ્ટ ફિફ્ટીનો રેકોર્ડ પણ બન્યો હતો.
Sunrisersના Abhishek Sharmaએ 16 બોલમાં 50 રન બનાવીને રેકોર્ડ બનાવ્યો હતો. 23 બોલમાં અભિષેકે 63 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હોવા છતાં પણ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે ચપ્પલ રાહ જોઈ રહી છે… આવો જાણીએ કે આખરે યુવરાજ સિંહે અભિષેકને બિરદાવવાને બદલે આવી પોસ્ટ કરી છે.
અભિષેક મુંબઈની ટીમ સામે 7 સિક્સ ફટકારી હતી અને તેમ છતાં યુવરાજ સિંહ અભિષેક પર ગુસ્સે ભરાયો છે અને તેણે પોતાનો ગુસ્સો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વ્યક્ત કર્યો છે. યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે લાતોં કે ભૂત બાતોં સે નહીં માનતે. ચપ્પલ તુમ્હારી રાહ દેખ રહી હૈ…
જોકે, સાવ એવું નથી કે યુવરાજને અભિષેકનું પરફોર્મન્સ નહોતું ગમ્યું. યુવરાજને અભિષેકની ઈનિંગ તો શાનદાર લાગી હતી, પણ એનો આઉટ થવાનો અંદાજ તેને બિલકુલ ગમ્યો નહોતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ક્રિકેટ અભિષેક શર્માના ક્રિકેટના કરિયરમાં યુવરાજ સિંહનું મોટું યોગદાન છે અને તે અભિષેકનો મેન્ટોર પણ છે.
જોકે, ગઈકાલની મેચમાં ફસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારીને અભિષેક શર્માએ પોતાના દમદાર પરફોર્મન્સનો પરિચય આપ્યો હતો.