સ્પોર્ટસ

યુનુસ ખાન આઇસીસી-ચૅરમૅન જય શાહને ખેલ ભાવના શીખવાડવા નીકળ્યો, અપીલ કરી કે…

કરાચી: પાકિસ્તાન સરહદ પારથી આતંકવાદીઓને ભારતમાં મોકલવાની કરતૂત વર્ષોથી કરતું આવ્યું છે અને ખુદ પાકિસ્તાનની ધરતી પર પણ ટેરરિસ્ટ હુમલા થતા રહ્યા છે એમ છતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને એના ભૂતપૂર્વ ખેલાડીઓ ઇચ્છે છે કે ભારત પોતાના ક્રિકેટર્સને પોતાને ત્યાં આગામી ફેબ્રુઆરીમાં વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી રમવા મોકલે. ભૂતપૂર્વ કૅપ્ટન યુનુસ ખાને તાજેતરમાં જ બિનહરીફ ચૂંટાયેલા આઇસીસીના સૌથી યુવાન અધ્યક્ષ 35 વર્ષીય જય શાહને ખેલ ભાવના કોને કહેવાય એ સમજાવવાની વાહિયાત વાતો કરી છે.

આ પણ વાંચો: શિવાજી પાર્કમાં બનશે કોચ આચરેકરનું સ્ટૅચ્યૂ: સચિને તમામ સ્ટુડન્ટ્સ વતી સરકારનો આભાર માન્યો

એક અહેવાલ અનુસાર યુનુસ ખાને કહ્યું છે કે ‘જય શાહ આઇસીસીના નવા ચૅરમૅન બન્યા છે એટલે હવે ક્રિકેટની રમત વધુ સારી સ્થિતિમાં આવી જવી જોઈએ. આ સંબંધમાં જય શાહે સારી ખેલ ભાવના બતાવવી જોઈએ. અધ્યક્ષ તરીકે જય શાહની સારી પહેલ એ કહેવાશે કે ભારત પોતાની ટીમને ચૅમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન મોકલે. પાકિસ્તાન પણ ભવિષ્યમાં પોતાની ટીમને રમવા ભારત મોકલે એવી સ્થિતિ પણ નિર્માણ થવી જોઈએ.’

2008માં મુંબઈ ટેરર-અટૅક પછી ભારતે પોતાની ટીમને પાકિસ્તાન નથી મોકલી અને પાકિસ્તાનના ખેલાડીઓને આઇપીએલમાં રમાડવાનું પણ 2009થી બંધ છે. બે દાયકાથી બન્ને દેશના ક્રિકેટર્સ ત્રીજા દેશમાં જ આમનેસામને આવે છે. જોકે આઇસીસી જેવી મોટી સ્પર્ધામાં પાકિસ્તાનના ખેલાડીઓને ભારત આવવાની છૂટ અપાય છે. 2023ના વન-ડે વર્લ્ડ કપમાં અમદાવાદમાં ટીમ ઇન્ડિયાએ બાબર આઝમ ઍન્ડ કંપનીની નાલેશી કરી હતી.

આ પણ વાંચો: કોહલીએ ગિલને ‘ઉતારી પાડ્યો’: જોકે વિરાટનો આ વીડિયો જ બનાવટી છે!

યુનુસ ખાન ભારતીય ક્રિકેટર્સના સંબંધમાં ખોટા ભ્રમમાં રહે છે. તેણે એવું પણ કહ્યું છે કે ‘જય શાહ હવે બીસીસીઆઇના સેક્રેટરી નહીં હોય, પરંતુ આઇસીસીના ચૅરમૅન હોવાથી તેમણે ક્રિકેટને માધ્યમ બનાવીને દેશો વચ્ચેના સંબંધો સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ.’

થોડા સમય પહેલાં આઇસીસીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી મોકલવામાં આવેલું ફેબ્રુઆરીની ચૅમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યૂલ બહાર પાડ્યું હતું. એ મુજબ ભારતની બધી મૅચો લાહોરના ગદાફી સ્ટેડિયમમાં રમાશે. ભારતને પાકિસ્તાન તેમ જ બાંગ્લાદેશ અને ન્યૂ ઝીલૅન્ડવાળા ગ્રૂપ-એમાં રાખવામાં આવ્યું છે અને જો ભારત સેમિ ફાઇનલમાં પહોંચે તો એની સેમિ ફાઇનલ લાહોરમાં જ રમાશે.

આ પણ વાંચો: IPL: LSG રોહિત શર્મા પર રૂ.50 કરોડનો દાવ લગાવશે! જાણો LSGના માલિક સંજીવ ગોએન્કાએ શું કહ્યું

ઉલ્લેખનીય છે કે 2009માં શ્રીલંકાની ટીમ પાકિસ્તાનના પ્રવાસે આવી હતી ત્યારે લાહોરના સ્ટેડિયમથી થોડે દૂર આતંકવાદીઓએ શ્રીલંકન ટીમની બસ પર હુમલો કર્યો હતો. ત્યારે શ્રીલંકન ટીમ સાથે એવું બન્યું હતું, જ્યારે પાકિસ્તાન હવે ભારતીય ખેલાડીઓને પોતાને ત્યાં રમવા બોલાવી રહ્યું છે, પરંતુ તેમનું એ સપનું પૂરું નથી થવાનું.

Show More

Related Articles

Back to top button
આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન… આ બીજ ખાઇને તમારો બ્રેઇન પાવર વધારો