Yuvraj Singh વર્લ્ડ કપ દરમ્યાન કેન્સરથી મરી જાત તો ગર્વ થાત, પિતાએ આપ્યું ચોંકાવનારું નિવેદન…
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે(Yuvraj Singh) વર્ષ 2011 ના વનડે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને જીત અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. યુવીને વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન યુવરાજને કેન્સર હોવાનું નિદાન થયું. હવે તેમના પિતા યોગરાજ સિંહે તેમના પુત્રના કેન્સર પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો યુવરાજ સિંહે ભારતને વર્લ્ડ કપ જીતાડયો હોત અને પછી કેન્સરથી મૃત્યુ થયું હોત મને ગર્વ થાત.
આ પણ વાંચો : ચક્કર ક્યાં હૈ! યુઝવેન્દ્ર ચહલ હવે આ રિયાલીટી શોમાં જોવા મળશે
મને હજુ પણ તેમના પર ખૂબ ગર્વ
અનફિલ્ટર વિથ સમદીશ સાથેના એક ઇન્ટરવ્યુમાં યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે કહ્યું, આપણા દેશ માટે જો યુવરાજ સિંહ કેન્સરથી મૃત્યુ પામ્યા હોત અને ભારત માટે વર્લ્ડ કપ જીત્યો હોત તો પણ હું એક પિતા તરીકે ગર્વ અનુભવત. મને હજુ પણ તેમના પર ખૂબ ગર્વ છે. મેં તેને ફોન પર પણ આ વાત કહી હતી. હું ઇચ્છતો હતો કે તે લોહીની ઉલટી કરતો હોય ત્યારે પણ રમે. મેં તેને કહ્યું, ચિંતા ના કર તું મરીશ નહીં. ભારત માટે આ વર્લ્ડ કપ જીત.
યોગરાજ સિંહે વધુમાં કહ્યું કે જો યુવરાજ સિંહે તેમની વાત સાંભળી હોત તો તે એક મહાન ક્રિકેટર બન્યો હોત. તેમણે કહ્યું યુવરાજ સિંહે તેના પિતા જેટલી 10 ટકા પણ મહેનત કરી હોત તો તે એક મહાન ક્રિકેટર બન્યો હોત.
ટીમ ઈન્ડિયા માટે ઓલરાઉન્ડ પ્રદર્શન
યુવીએ 2011ના વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. ટુર્નામેન્ટમાં બેટિંગ કરતી વખતે તેણે 90.50 ની સરેરાશથી 362 રન બનાવ્યા. આ ઉપરાંત 9 મેચોમાં બોલિંગ કરતી વખતે તેણે 25 ની સરેરાશથી 15 વિકેટ લીધી.
આ પણ વાંચો : BCCI નવા ટેસ્ટ કેપ્ટનની શોધ કરી રહ્યું છે! મીટિંગમાં થયેલી ચર્ચા ફરી લીક થઇ
યુવરાજ સિંહની આંતરરાષ્ટ્રીય કારકિર્દી
ઉલ્લેખનીય છે કે યુવરાજ સિંહે પોતાના આંતરરાષ્ટ્રીય કેરિયરમાં 40 ટેસ્ટ, 304 વનડે અને 58 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ટેસ્ટમાં 1900 રન બનાવ્યા અને 9 વિકેટ લીધી. આ ઉપરાંત, તેણે વનડેમાં 8701 રન બનાવ્યા અને 111 વિકેટ લીધી. બાકીની T-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં યુવરાજે 1177 રન બનાવ્યા અને 28 વિકેટ લીધી.