મુંબઈ: BCCIની ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની સફળતા બાદ ઘણા દેશોમાં અલગ અલગ ક્રિકેટ લીગ શરુ થઇ છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ પણ બાંગ્લાદેશ પ્રીમિયર લીગ(BPL)નું આયોજન કરે છે. હાલમાં ચાલી રહેલી આ લીગ ગેમ ઉપરાંત લીગની પ્રેઝન્ટર યેશા સાગર(Yesha Sagar)ની સુંદરતાને લીધે ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર યેશા સાગર તેની સુંદરતાને કારણે ખુબ પ્રસંશા મેળવી રહી છે.
આ પણ વાંચો : Dhanshree Verma અને Yuzvendra Chahalએ માંડ્યું શું છે? ચહલે ક્રિપ્ટિક પોસ્ટ શેર કરતાં…
યેશા એક ટીવી પ્રેઝન્ટર છે અને હાલમાં બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં જોવા મળી રહી છે. યેશા એક એક્ટર પણ છે.તેણે ઘણા મ્યુઝિક આલ્બમમાં કામ કર્યું છે. યેશાએ પરમીશ વર્મા જેવા જાણીતા કલાકારો સાથે પંજાબી મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે. પરંતુ તે હાલ BPLને કારણે જાણીતી થઇ છે.
યેશા સાગર એક ફિટનેસ ઇન્સ્પીરેશન પણ છે, તે કેટલીક ન્યુટ્રિશન બ્રાન્ડ્સની એમ્બેસેડર છે. તે સોશિયલ મીડિયા પર ફિટનેસને ટીપ્સ સાથે ફોટોઝ પોસ્ટ કરે છે.
કેનેડામાં રમાયેલી ગ્લોબલ T20 લીગથી યેશા લાઈમલાઈટમાં આવી હતી. આ લીગ પછી, યેશા સોશિયલ મીડિયા પર મશહુર થઈ ગઈ. ઇન્સ્ટાગ્રામ પર તેના 1 મિલિયન ફોલોઅર્સ છે.
આ પણ વાંચો : 51 વર્ષની મલાઈકા અરોરાએ બ્લેક સાડીમાં ઈન્ટરનેટ પર લગાવી આગ
યેશાનો જન્મ પંજાબમાં થયો હતો. તેમણે પંજાબમાંથી જ ગ્રેજ્યુએશનની કર્યું અને પછી કેનેડા શિફ્ટ થઇ ગઈ.