સ્પોર્ટસ

યશસ્વી જયસ્વાલને મળ્યું શાનદાર પ્રદર્શનનું ઇનામ, આઇસીસી એવોર્ડ માટે થયો નોમિનેટ

દુબઇ: ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલનું શાનદાર ફોર્મ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં યથાવત્‌‍ છે. આ સિરીઝમાં તેણે અત્યાર સુધી સિરીઝની ચાર ટેસ્ટ મેચોમાં 93.57ની એવરેજથી 655 રન ફટકાર્યા છે. આ યુવા ઓપનર શ્રેણીમાં સૌથી વધુ રન કરનાર બેટ્સમેનોની યાદીમાં ટોચ પર છે. હવે યશસ્વી જયસ્વાલને ફેબ્રુઆરી મહિના માટે આઇસીસી પ્લેયર ઓફ ધ મન્થ માટે નોમિનેટ કરવામાં આવ્યો છે. આ સિવાય ન્યૂઝીલેન્ડના કેન વિલિયમ્સન અને શ્રીલંકાના ઓપનર પથુમ નિશંકાને નોમિનેટ કરવામાં આવ્યા છે. આઇસીસી પ્લેયર ઓફ ધ મન્થ ફેબ્રુઆરીના વિજેતાની રેસમાં યશસ્વી જયસ્વાલનું નામ સૌથી આગળ છે, પરંતુ ન્યૂઝીલેન્ડના કેન વિલિયમ્સન અને શ્રીલંકાના ઓપનર પથુમ નિશંકાની વચ્ચે ટક્કર છે. પથુમ નિશંકાએ અફઘાનિસ્તાન સામેની વન-ડેમાં શાનદાર બેવડી સદી ફટકારી હતી. તે વન-ડે ફોર્મેટમાં
શ્રીલંકા માટે બેવડી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો. પથુમ નિશંકાએ અફઘાનિસ્તાન સામે 210 રનની ઇનિંગ રમી હતી.
દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં ન્યૂઝીલેન્ડના કેન વિલિયમ્સને શાનદાર બેટિગ કરી હતી. તેણે શ્રેણીની ચાર ઇનિંગ્સમાં 403 રન કર્યા હતા. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…