યશસ્વી જયસ્વાલે લીધો મોટો નિર્ણય, એનઓસીની અરજી પરત લીધી મુંબઈ માટે જ રમશે

મુંબઈ : ભારતીય ટેસ્ટ ટીમના ઓપનર યશસ્વી જયસ્વાલ હાલ ચર્ચામાં છે. લીડ્સ ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં સદી ફટકાર્યા બાદ તેમની ખૂબ પ્રશંસા થઈ હતી. પરંતુ મેચના અંત સુધીમાં તેમની ભારે ટીકા થઈ હતી. તેની પાછળનું કારણ એ હતું કે તેમણે આ મેચમાં ઘણા કેચ છોડ્યા હતા.જેના કારણે ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન, તેમની ડોમેસ્ટિક ક્રિકેટ ટીમ સાથે જોડાયેલા મોટા સમાચાર બહાર આવ્યા છે. યશસ્વી જયસ્વાલ ડોમેસ્ટિક ક્રિકેટમાં સૌથી સફળ ટીમ મુંબઈ માટે રમવાનું ચાલુ રાખશે.
યશસ્વી જયસ્વાલએ એનઓસીની અરજી પરત લીધી
મુંબઈ ક્રિકેટ એસોસિએશને સોમવારે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC)માટેની તેમની અગાઉની વિનંતી પાછી ખેંચી લેવાને મંજૂરી આપી હતી. 23 વર્ષીય ડાબોડી બેટ્સમેન જયસ્વાલે એપ્રિલમાં મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) પાસેથી બીજા રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા માટે એનઓસી માંગીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. એમસીએએ પણ શરૂઆતમાં એનઓસી માટેની તેમની વિનંતી સ્વીકારી હતી. પરંતુ હવે તેઓ મુંબઈ નથી છોડી રહ્યા. આ અગાઉ જયસ્વાલ ગોવા ટીમમાં જોડાયા હોવાના અહેવાલો હતા જ્યાં તેમને કેપ્ટનશીપ મળવાની વાત હતી.યશસ્વી જયસ્વાલએ એનઓસીની અરજી પરત લીધી
બીજા રાજ્ય માટે રમવાની પરવાનગી માંગી હતી
જોકે, જયસ્વાલે મે મહિનામાં એમસીએને પત્ર લખીને એનઓસી આપવાની તેમની વિનંતી પાછી ખેંચવાની માંગ કરી હતી. એમસીએ ની સર્વોચ્ચ પરિષદે સોમવારે જયસ્વાલની એનઓસી પાછી ખેંચવાની વિનંતીને મંજૂરી આપી હતી. એમસીએ એ કહ્યું, સર્વોચ્ચ પરિષદે એનઓસી પાછી ખેંચવાની મંજૂરી આપી છે.યશસ્વી જયસ્વાલે અગાઉ બીજા રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા માટે આ વિનંતી કરી હતી. જોકે, હવે તે મુંબઈ માટે રમવાનું ચાલુ રાખશે.” થોડા દિવસો પહેલા, મુંબઈ ઈન્ડિયનના અન્ય ખેલાડી પૃથ્વી શોએ એમસીએ પાસેથી બીજા રાજ્ય માટે રમવાની પરવાનગી માંગી હતી. તેમની વિનંતી મંજૂર કરવામાં આવી છે.
આ પણ વાંચો…ભારત હાર્યા પછી યશસ્વી જયસ્વાલ પર ચાહકો થયા ગુસ્સે, કારણ શું?