યશસ્વીના બૅટનું હૅન્ડલ તૂટ્યું, કરુણ નાયર ચાર બૅટ લઈ આવ્યો! | મુંબઈ સમાચાર

યશસ્વીના બૅટનું હૅન્ડલ તૂટ્યું, કરુણ નાયર ચાર બૅટ લઈ આવ્યો!

મૅન્ચેસ્ટરઃ બુધવારે બપોરે ઓપનર યશસ્વી જયસ્વાલે (Yashasvi Jaiswal) ઇંગ્લૅન્ડ સામેની ચોથી ટેસ્ટના પ્રથમ દિવસે પહેલા દાવમાં ટેસ્ટ કરીઅરની બારમી હાફ સેન્ચુરી (58 રન) ફટકાર્યા પછી વિકેટ ગુમાવી એ પહેલાં તેને એક શૉકિંગ અનુભવ થયો હતો. તે ક્રિસ વૉક્સના વધુ પડતા ઉછળેલા બૉલમાં બૅકફૂટ પર જઈને ડિફેન્સિવ રમવા ગયો ત્યારે તેના બૅટનું હૅન્ડલ (bat handle) તૂટી ગયું હતું.

107 બૉલમાં એક સિક્સર અને દસ ફોરની મદદથી 58 રન કરનાર યશસ્વીએ બૅટનું હૅન્ડલ તૂટતાં નવું મગાવ્યું હતું.
વનડાઉન બૅટ્સમૅન કરુણ નાયર (karun nair)ને આ ટેસ્ટમાંથી પડતો મૂકવામાં આવ્યો છે. તે યશસ્વી માટે ચાર બૅટ લઈને આવ્યો હતો અને એમાંથી એક પસંદ કરવાનું તેને કહ્યું હતું.

કરુણ નાયરને પહેલી ત્રણ ટેસ્ટમાં રમવાનો મોકો મળ્યો હતો, પણ તે સારું નહોતો રમ્યો.

આ પણ વાંચો: રાહુલ આઉટ થતાં પહેલાં સચિન-કોહલીની બરાબરીમાં થયો

યશસ્વીએ ઇંગ્લૅન્ડ સામેની સિરીઝમાં શરૂઆત સારી કરી હતી. તેણે લીડ્સની પ્રથમ ટેસ્ટના પહેલા દાવમાં સદી (101 રન) ફટકારી હતી, પણ બીજા દાવમાં ફક્ત ચાર રન કરીને આઉટ થઈ ગયો હતો. ભારત એ ટેસ્ટ હારી ગયું હતું.

એજબૅસ્ટનની બીજી ટેસ્ટના પ્રથમ દાવમાં યશસ્વીએ 87 રન અને બીજી ઇનિંગ્સમાં 28 રન કર્યા હતા. ભારત એ મૅચ જીતી ગયું હતું.

જોકે લૉર્ડ્સમાં યશસ્વી (13 અને 0) સદંતર ખરાબ રમ્યો હતો અને હવે ચોથી ટેસ્ટમાં હાફ સેન્ચુરી કરી છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button