સ્પોર્ટસ

યશસ્વીનું અબાઉટ ટર્ન, કહે છે કે ‘મારે તો હવે…’

મુંબઈ: લેફ્ટ-હૅન્ડ ઓપનિંગ બૅટ્સમૅન યશસ્વી જયસ્વાલે (YASHASVI JAISWAL) મુંબઈ ક્રિકેટ ઍસોસિએશન (MCA)ને કહ્યું છે કે ‘હું મુંબઈની રણજી ટીમ છોડીને ગોવાની રણજી ટીમ વતી રમવાનો હતો, પણ મેં હવે નિર્ણય બદલ્યો છે એટલે મને હવે ફરી મુંબઈ (MUMBAI) વતી રમવાની પરવાનગી આપશો.’

યશસ્વીએ એ રીતે યુ ટર્ન લઈ લીધો છે. કહે છે કે ‘મારા પરિવારે ગોવા (GOA)માં સ્થાયી થવાની યોજના માંડી વાળી છે એટલે હવે હું મુંબઈમાં જ રહીશ અને મુંબઈ વતી જ રમવા માગું છું.’

યશસ્વીએ 2025-26ની ડોમેસ્ટિક સીઝનમાં મુંબઈ વતી રમવાનું નક્કી કર્યું છે. તેને ફરી મુંબઈની ક્રિકેટમાં સામેલ કરવો કે નહીં એ વિશે પખવાડિયા પછી એમસીએની ઍપેક્સ કાઉન્સિલની મીટિંગમાં નિર્ણય લેવામાં આવશે.
યશસ્વીએ એક મહિના પહેલાં એમસીએ પાસેથી નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) માગ્યું હતું કે જેથી કરીને તે ગોવાની ટીમ વતી રમી શકે.

ત્યારે એવી ચર્ચા હતી કે યશસ્વીને ગોવાની રણજી ટીમનો કેપ્ટન બનાવવામાં આવશે. મુંબઈ છોડીને ગોવાની રણજી ટીમમાં જોડાવાના તેના એ નિર્ણયથી એમસીએમાં તેમ જ સમગ્ર મુંબઈ ક્રિકેટમાં અને ભારતીય ક્રિકેટમાં બધાને આંચકો લાગ્યો હતો.

આ પણ વાંચો…પાકિસ્તાનને ચૂપ રહેવાની તક હતી ત્યારે એણે આતંકવાદીઓને છાવરવા યુદ્ધ પસંદ કર્યુંઃ સેહવાગ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button