સ્પોર્ટસ

ન્યૂ ઝીલૅન્ડની આ ગ્લેમરસ પ્લેયર છે વિરાટ કોહલીની દીવાની

ક્રાઇસ્ટચર્ચ: ન્યૂ ઝીલૅન્ડની ગ્લેમરસ ક્રિકેટર ઝારા જેટલીને વિરાટ કોહલી સાથે ફોટો પડાવવાની ખૂબ ઇચ્છા છે.
ભારતના મહાન બૅટર્સમાં ગણાતા કોહલીની સાથે ઊભા રહીને ફોટો પડાવવાનું ઝારાનું વર્ષોથી સપનું છે જેની વાત તેણે તાજેતરમાં ‘ફાઇન લેગ્સ-ધ ક્રિકેટ પૉડકાસ્ટ’માં કરી હતી.

ઝારાએ કહ્યું છે કે ‘હું કોહલી સાથે ઊભા રહીને ફોટો પડાવવા તો માગું જ છું, તેને બોલિંગ કરવાની પણ મને તીવ્ર ઇચ્છા છે. તેની સાથેની તસવીરો અને વીડિયો હું ઇન્સ્ટાગ્રામ પર મૂકવા માગું છું. અત્યારે આ મારું સૌથી મોટું લક્ષ્ય છે.’

બાવીસ વર્ષની ઝારા હજી સુધી આંતરરાષ્ટ્રીય મૅચ નથી રમી. ઇન્ટરવ્યૂમાં જ્યારે તેને પૂછવામાં આવ્યું કે ‘તું એક એવા પુરુષ ક્રિકેટર અને મહિલા ક્રિકેટરનું નામ આપ જેની સામે તું બોલિંગ કરવાનું પસંદ કરીશ.’

ઝારાએ ફટ દઈને કહી દીધું કે ‘વિરાટ કોહલી સામે મારે બોલિંગ કરવી છે. તેની સાથે ફોટા પણ પડાવવા છે.’

જોકે ઝારા એકેય મહિલા બૅટરનું નામ નહોતી આપી શકી.

આ પણ વાંચો : વિરાટ કોહલી હમણાં તો લંડનમાં હતો, પોતાની રેસ્ટૉરાંમાં ક્યારે આવી ગયો!

ઝારા રાઇટ-આર્મ ઑફ સ્પિનર અને રાઇટ-હૅન્ડ બૅટર છે. તે ન્યૂ ઝીલૅન્ડની ડોમેસ્ટિક ક્રિકેટમાં 45 મૅચ રમી છે જેમાં તેણે 54 વિકેટ લીધી છે. તેણે 44 ટી-20 મૅચમાં 38 વિકેટ લીધી છે. ઝારાએ તાજેતરમાં જ એક સ્થાનિક મૅચમાં ન્યૂ ઝીલૅન્ડની ટોચની બૅટર સુઝી બેટ્સની વિકેટ લીધી હતી.

ઝારા ક્રિકેટ કરતાં તેના લુક્સ, સ્ટાઇલ તેમ જ ફિટનેસ અને ડ્રેસિંગ-સેન્સ માટે વધુ ફેમસ છે. તેને મિત્રો સાથે પાર્ટી કરવાનું અને અલગ-અલગ સ્થળે ફરવા જવું ખૂબ ગમે છે. ઝારા ઇન્ટરનેટ પર પણ મશહૂર છે. ઇન્સ્ટાગ્રામ પર ઝારાના 40,000થી વધુ ફૅન છે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button