સર જાડેજાએ રચ્યો ઇતિહાસ, ડબ્લ્યૂટીસીમાં આ વિરલ સિદ્ધિ મેળવનાર વિશ્વનો પ્રથમ ઑલરાઉન્ડર બન્યો…

લંડનઃ લેફ્ટ-આર્મ સ્પિનર રવીન્દ્ર જાડેજાને રવિવારે ઇંગ્લૅન્ડના બીજા દાવમાં એક પણ વિકેટ નહોતી મળી, પરંતુ એ પહેલાં તેણે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)માં એક અનોખો વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે કરી લીધો હતો. ડબ્લ્યૂટીસીના ઇતિહાસમાં 2,000-પ્લસ રન કરવા ઉપરાંત 15 હાફ સેન્ચુરી ફટકારનાર તેમ જ 130 વિકેટ લેનાર તે પહેલો જ ઑલરાઉન્ડર (Allrounder) છે.
સર જાડેજા ઇંગ્લૅન્ડ સામેની વર્તમાન સિરીઝમાં બોલિંગમાં ખાસ કંઈ સારું પર્ફોર્મ નથી કરી શક્યો, પરંતુ તેણે એ ઊણપને સારી બૅટિંગથી ભુલાવી દીધી છે. જાડેજા (JADEJA) બાપુએ આ સિરીઝના પાંચ દાવમાં 88.00ની બૅટિંગ સરેરાશે 266 રન કર્યા છે જેમાં ત્રણ હાફ સેન્ચુરી સામેલ છે.
જાડેજાએ વર્તમાન શ્રેણીમાં પાંચ ઇનિંગ્સમાં આ મુજબ રન કર્યા છેઃ 25 અણનમ, 11 રન, 69 અણનમ, 89 રન અને 72 રન.
36 વર્ષના જાડેજાનું પૂરું નામ રવીન્દ્રસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા છે. તેણે વર્તમાન ટેસ્ટ પહેલાં 82 ટેસ્ટમાં ચાર સેન્ચુરી અને 24 હાફ સેન્ચુરીની મદદથી કુલ 3,564 રન કર્યા છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં કુલ 325 વિકેટ લીધી છે.
આ પણ વાંચો…વિશ્વના નંબર-વન ઑલરાઉન્ડર ‘બાપુ’ જાડેજા ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ રહ્યા છે કે શું?