સ્પોર્ટસ

કૅપ્ટન કમિન્સે સુકાની બવુમાની વિકેટ લીધી, સાઉથ આફ્રિકાની સ્થિતિ થોડી નાજુક…

ડબ્લ્યૂટીસી ફાઇનલમાં રસાકસી ચરમસીમાએઃ માર્કરમ અને બાકીના બૅટ્સમેનો પર મદાર

લંડનઃ અહીં લૉર્ડ્સમાં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં શનિવારે ત્રીજા દિવસે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન પૅટ કમિન્સે (PAT CUMMINS) હરીફ ટીમ સાઉથ આફ્રિકાના સુકાની ટેમ્બા બવુમા (66 રન, 134 બૉલ, પાંચ ફોર)ને આઉટ કરીને તેની લાંબી લડતનો અંત લાવી દીધો હતો. કમિન્સે કલાકે 84 માઇલની ઝડપવાળો બૉલ ઑફ સ્ટમ્પની બહાર ફેંક્યો હતો અને એમાં બવુમા (TEMBA BAVUMA)ના બૅટની હળવી કટ લાગી જતાં વિકેટકીપર ઍલેક્સ કૅરીએ સુંદર કૅચ ઝીલી લીધો હતો.

બવુમાની વિકેટ વખતે સાઉથ આફ્રિકાનો સ્કોર 217 રન હતો અને તેની ટીમે જીતવા માટે બીજા 65 રન કરવાના બાકી હતા. જોકે આ અહેવાલ લખાઈ રહ્યો હતો ત્યારે સાઉથ આફ્રિકાનો સ્કોર 227/3 હતો અને આઠમી ટેસ્ટ સદી ફટકારનાર ઓપનર એઇડન માર્કરમ 111 રને રમી રહ્યો હતો. માર્કરમ પ્રથમ દાવમાં શૂન્યમાં આઉટ થયો હતો.

ઑસ્ટ્રેલિયા આ ફાઇનલ જીતીને ટેસ્ટના આ વર્લ્ડ કપની ટ્રોફી જાળવી રાખનાર પ્રથમ દેશ બનશે, જ્યારે સાઉથ આફ્રિકાને ઐતિહાસિક ટાઇટલ જીતવાનો મોકો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button