સ્પોર્ટસ

WPL: ગુજરાત જાયન્ટ્સ લીધો મોટો ફેંસલો, T20 વર્લ્ડકપ વિજેતા પ્લેયરને એક ઝટકામાં કરી બહાર

Gujarat Giants: વુમન્સ પ્રીમિયર લીગ (WPL) 2025 રિટેંશન પૂર્ણ થઈ ગયું છે. તમામ ટીમોએ તેમના રિટેન અને રિલીઝ કરેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. ગુજરાત જાયન્ટ્સની ટીમે 7 ખેલાડીઓને બહાર કર્યા છે. આ પછી ગુજરાત 4.40 કરોડ રૂપિયાનું સૌથી મોટું પર્સ સાથે બાકી છે. આમાં લી તાહુહુનો પણ સમાવેશ થાય છે. તેણે ન્યૂઝીલેન્ડ માટે મહિલા T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો. 34 વર્ષની આ ખેલાડી તેની શાનદાર બોલિંગ માટે જાણીતી છે.

આ પણ વાંચો: મિતાલી રાજ સાથે લગ્નની વાતને લઈને ખુદ ‘ગબ્બરે’ કર્યો ખુલાસો, શિખર ધવને કહ્યું કે…

લી તાહુહુ ઉપરાંત ગુજરાત જાયન્ટ્સ ટીમે સ્નેહ રાણા અને વેદા કૃષ્ણમૂર્તિ જેવા ખેલાડીઓને પણ બહાર કર્યા છે. લી તાહુહુએ ગુજરાત માટે માત્ર બે મેચ રમી હતી, જેમાં તે માત્ર એક જ વિકેટ લઈ શકી હતી. પરંતુ તાહુહુ ન્યુઝીલેન્ડ માટે ઘણી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી હતી. કિવી ટીમ માટે તેણે 96 ટી20 ઈન્ટરનેશનલ મેચમાં 93 વિકેટ લીધી હતી. આ સિવાય 97 વનડે મેચોમાં 115 વિકેટો નોંધાઈ છે. તેના અનુભવ અને ક્ષમતાને ધ્યાનમાં રાખીને તેને હરાજીમાં ઘણા પૈસા મળી શકે છે.

સ્નેહ રાણા વુમન્સ પ્રીમિયર લીગમાં ખાસ પ્રદર્શન કરી શકી ન હતી. અત્યાર સુધી, તેણીએ 12 WPL મેચોમાં 47 રન બનાવ્યા છે અને તે માત્ર 6 વિકેટ લઈ શકી છે. તેણે વર્ષ 2023માં ભારત માટે તેની છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી હતી. ત્યારથી તે ટીમની બહાર છે. તેનું ખરાબ ફોર્મ જોઈને ગુજરાત જાયન્ટ્સ ટીમે તેને બહારનો રસ્તો બતાવ્યો છે.

આ પણ વાંચો: IPL 2024: IPLને ફરી મળશે દુબઈમાં આશરો

ગુજરાત જાયન્ટ્સની ટીમ બે વખત વિમેન્સ પ્રીમિયર લીગમાં ભાગ લઈ ચૂકી છે અને એક પણ વખત ટાઈટલ જીતી શકી નથી. બંને વખત ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને રહી હતી.

ગુજરાત જાયન્ટ્સ દ્વારા રિટેન અને રિલીઝ કરાયેલા ખેલાડીઓ
રિટેન કરેલા ખેલાડી:
હરલીન દેઓલ, દયાલન હેમલતા, તનુજા કંવર, શબનમ શકીલ, મન્નત કશ્યપ, સયાલી સાથગરે, મેઘના સિંહ, પ્રિયા મિશ્રા, બેથ મૂની, એશ્લે ગાર્ડનર, લૌરા વોલ્વાર્ડ, ફોબી લિચફિલ્ડ, કાશવી ગૌતમ, ભારતી ફુલમાલી.

રિલીઝ કરેલા ખેલાડીઃ સ્નેહ રાણા, કેથરીન બ્રાઇસ, લી તાહુહુ, લોરેન ચીટલ, ત્રિશા પૂજાતા, તરન્નુમ પઠાણ, વેદા કૃષ્ણમૂર્તિ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker