WPLમાં 24 વર્ષીય ભારતીય બોલરનો તરખાટ! હેટ્રિક સહિત એક જ ઓવરમાં ઝડપી 4 વિકેટ…

નવી મુંબઈ: વિમેન્સ પ્રીમિયર લીગ(WPL) 2026ની ચોથી મેચ ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે નવી મુંબઈના ડૉ. ડી.વાય.પાટિલ સ્પોર્ટ્સ સ્ટેડીયમ ખાતે રમાઈ રહી છે. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત જાયન્ટ્સની ટીમે 209 રણ બનાવ્યા. આ દરમિયાન દિલ્હી કેપિટલ્સ નંદિની શર્માએ શાનદાર બોલિંગ કરી, તેણે એક ઓવરમાં એક હેટ્રિક સાથે ચાર લીધી લીધી.
દિલ્હી કેપિટલ્સની કેપ્ટન જેમીમાહ રોડ્રિગ્સે 20મી ઓવર નંદિની શર્માએ આપી હતી. તેણે ઓવરના પહેલા બોલ પર એક રન આપ્યો, બીજા બોલ પર કાશ્વી ગૌતમને આઉટ કરી, ત્રીજા બોલ તેણે ફરી એક રન આપ્યો.

ત્રણ બોલ પર ત્રણ વિકેટ:
ત્યાર બાદ નંદિની શર્માએ સતત ત્રણ બોલ પર ત્રણ વિકેટ ખેરવી. ચોથા બોલ પર તેણે કનિકા આહુજાને આઉટ કરી, પાંચમા બોલ પર રાજેશ્વરી ગાયકવાડને ક્લીન બોલ્ડ કરી, ત્યારબાદ, છઠ્ઠા બોલ પર, રેણુકા સિંહને આઉટ કરીને હેટ્રિક પૂરી કરી. આ રીતે તેણે એક ઓવરમાં એક હેટ્રિક સાથે કુલ ચાર વિકેટ લીધી. ઇનિંગમાં તેણે 33 રન આપીને કુલ પાંચ વિકેટ ઝડપી.
WPLના ઇતિહાસમાં નામ નોંધાવ્યું:
નંદિની શર્મા WPL ઇતિહાસમાં હેટ્રિક લેનારી બીજી ભારતીય ખેલાડી બની. અગાઉ દીપ્તિ શર્માએ WPL 2024માં દિલ્હી કેપિટલ્સ સામે હેટ્રિક લીધી હતી.
નંદિની શર્મા WPL ની એક મેચમાં પાંચ વિકેટ લેનારી બીજી ભારતીય ખેલાડી બની. આ પહેલા આશા શોભાનાએ WPL 2024 માં UP વોરિયર્સ સામેની મેચમાં પાંચ વિકેટ લીધી હતી.
ગુજરાત જાયન્ટ્સે મજબુત બેટિંગ પ્રદર્શન કર્યું, 20 ઓવરમાં 209 રન બનાવ્યા. ટીમ માટે સોફી ડિવાઈને 42 બોલમાં 95 રનનો ઇનિંગ રમી. એશ્લે ગાર્ડનરે 26 બોલમાં 49 રનની ઇનિંગ્સ રમી.
આ પણ વાંચો…WPL 2026 Viral Anchor: કોણ છે બ્યટીફૂલ એન્કર યેશા સાગર, જે રાતોરાત બની ગઈ છે ટોક ઓફ ધ ટાઉન?



