સ્પોર્ટસ

બે ફ્રેન્ડ આજે ફાઇનલમાં સામસામે: સ્મૃતિની બેંગ્લૂરુ અને જેમિમાની દિલ્હીની ટીમ વચ્ચે ટક્કર

વડોદરા: મુંબઈમાં રહેતી જેમિમા રૉડ્રિગ્સ અને મુંબઈની જ સ્મૃતિ મંધાના વચ્ચે બહુ સારી મિત્રતા છે અને આ જોડીએ નવેમ્બરમાં ભારતને ઐતિહાસિક વર્લ્ડ કપ જિતાડી આપ્યો હતો, પણ આજે વડોદરામાં વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની ફાઇનલ (સાંજે 7.30 વાગ્યાથી)માં તેઓ એકમેકની હરીફ કૅપ્ટન છે. જેમિમા (JEMIMAH)ના સુકાનમાં દિલ્હી અને સ્મૃતિ (SMRITI)ની કૅપ્ટન્સીમાં બેંગ્લૂરુની ટીમ વચ્ચે આજે નિર્ણાયક મુકાબલો થશે.

બેંગ્લૂરુને બીજા, દિલ્હીને પ્રથમ ટાઇટલની તલાશ

ચાર વર્ષ જૂની આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ બે ટાઈટલ (સીઝન 2023, 2025) જીતી ચૂકેલી મુંબઈ ઇન્ડિયન્સ-વિમેનની ટીમ આ વખતે ટૂર્નામેન્ટની બહાર થઈ ગઈ છે. બેંગ્લૂરુએ 2024માં ટાઈટલ મેળવ્યું હતું. જોકે દિલ્હીએ અગાઉ ત્રણેય વખત ફાઈનલના પ્રવેશ છતાં ટાઈટલથી વંચિત રહેવું પડ્યું હતું.

જેમિમાનું નામ દિલ્હીના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે?

આ વખતે જેમિમા પહેલી જ વાર દિલ્હીનું સુકાન સંભાળે છે અને તે ટાઈટલ અપાવશે તો દિલ્હીના ફ્રેન્ચાઈઝી માટે ઐતિહાસિક કહેવાશે. તે દિલ્હીની ટીમ માટે શુકનિયાળ બની જશે.

કોની ટીમમાં ખાસ કોણ?

સ્મૃતિ મંધાનાની બેંગ્લૂરુની ટીમમાં ગ્રેસ હૅરિસ, રિચા ઘોષ (વિકેટકીપર), જ્યોર્જીયા વૉલ, રાધા યાદવ, નેડિન ડિકલર્ક, પૂજા વસ્ત્રાકર, શ્રેયન્કા પાટીલ, સાયલી સતઘરે, અરૂંધતી રેડ્ડી, પ્રેમા રાવત અને લૉરેન બેલ છે. જેમિમાના સુકાનમાં દિલ્હીની ટીમમાં શેફાલી વર્મા, લીઝેલ લી (વિકેટકીપર), લૉરા વોલ્વાર્ટ, મેરિઝેન કૅપ, શિનેલ હેન્રી, નિક્કી પ્રસાદ, સ્નેહ રાણા, મિનુ મની, નંદની શર્મા અને શ્રી ચરની સામેલ છે.

આ પણ વાંચો…ડબ્લ્યૂપીએલમાં ગુજરાતને હરાવી દિલ્હી ચોથી વખત ફાઈનલમાં…

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button