બેન્ગલૂરુ: પુરુષોની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં ગુજરાતની ટીમ (ગુજરાત ટાઇટન્સ) બે વર્ષથી ખૂબ સારું પર્ફોર્મ કરે છે, પરંતુ મહિલાઓની આઇપીએલ તરીકે ઓળખાતી વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)માં ગુજરાતની ટીમ (ગુજરાત જાયન્ટ્સ) સતત નબળું પર્ફોર્મ કરી રહી છે.
હાર્દિક પંડ્યાના સુકાનમાં ગુજરાત ટાઇટન્સની ટીમ 2022માં ડેબ્યૂમાં જ ચૅમ્પિયન બન્યા પછી 2023માં રનર-અપ રહી હતી. બીજી તરફ, ગુજરાત જાયન્ટ્સની ટીમ ગયા વર્ષે સૌપ્રથમ ડબ્લ્યૂપીએલમાં પૉઇન્ટ્સ-ટેબલમાં છેક છેલ્લા (પાંચમા) સ્થાને રહી હતી અને આ વખતે પહેલી ત્રણેય મૅચ હારી ગઈ છે.
શુક્રવારે ગુજરાત જાયન્ટ્સનો યુપી વૉરિયર્ઝ સામે છ વિકેટે પરાજય થયો હતો. બેથ મૂનીની ગુજરાત જાયન્ટ્સ ટીમે પાંચ વિકેટે 142 રન બનાવ્યા હતા. પાંચમાંથી ત્રણ વિકેટ યુપીની વર્લ્ડ નંબર-વન બોલર સૉફી એકલ્સ્ટને લીધી હતી. યુપીની ટીમે જવાબમાં 15.4 ઓવરમાં ચાર વિકેટે 143 રન બનાવી લીધા હતા જેમાં ગ્રેસ હૅરિસના અણનમ 60 રન હાઈએસ્ટ હતા. તેણે આ 60 રન 33 બૉલમાં બે સિક્સર, નવ ફોરની મદદથી બનાવ્યા હતા. ઑસ્ટ્રેલિયન ખેલાડી ગ્રેસ હૅરિસની ગુજરાત જાયન્ટ્સ સામે આ લાગલગાટ ત્રીજી હાફ સેન્ચુરી હતી અને તે પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીતી હતી. યુપીની ચારમાંથી વિકેટ ગુજરાત જાયન્ટ્સની તનુજા કંવરે લીધી હતી.
પૉઇન્ટ્સ ટેબલમાં દિલ્હી કૅપિટલ્સની ટીમ પહેલા નંબરે અને સ્મૃતિ મંધાનાની સુકાનમાં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરની ટીમ બીજા ક્રમે છે.
શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો
શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો