વાહ, ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલરે પ્રભુતામાં પગલા માંડ્યા
પત્નીએ પણ પોસ્ટ કરીને લાઈમલાઈટમાં આવી ગઈ
નવી દિલ્હીઃ ભારતીય ફાસ્ટ બોલર નવદીપ સૈનીએ લગ્ન કરી લીધા છે. સૈની લાંબા સમયથી ટીમ ઈન્ડિયાનો ભાગ નથી અને કાઉન્ટીમાં રમતો જોવા મળે છે. નવદીપે તેના લગ્નની જાણકારી સોશિયલ મીડિયા પોસ્ટ કરી આપી હતી. નવદીપ સૈનીએ તેની ગર્લફ્રેન્ડ સ્વાતિ અસ્થાના સાથે લગ્ન કર્યા હતા.
31 વર્ષ નવદીપે ટીમ ઈન્ડિયા વતીથી ટેસ્ટ અને વન-ડે મેચ કરતા ટવેન્ટી-ટવેન્ટી વધુ મેચ રમ્યો છે, જ્યારે બોલર તરીકે 23 વિકેટ પણ ઝડપી છે, જ્યારે તેની પત્ની સ્વાતિ પણ ઈન્સ્ટાગ્રામ પર લોકપ્રિય છે. લગ્ન વખતે બંને વ્હાઈટ ડ્રેસમાં જોવા મળ્યા હતા, જ્યારે લગ્ન પછી તેમના ફોટોગ્રાફ વાઈરલ થયા પછી તેમના ચાહકોના દિલ જીતી લીધા છે.
નવદીપ સૈનીએ તેના લગ્નના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. નવદીપે લખ્યું હતું કે તમારી સાથેનો દરેક દિવસ પ્રેમથી ભરેલો છે. આજે અમે કાયમ માટે એકબીજાના થવાનો નિર્ણય કર્યો છે.
અમે અમારા નવા જીવનનો એક નવો અધ્યાય શરૂ કરી રહ્યા છીએ, તેથી અમે તમારા આશીર્વાદ અને પ્રેમની માંગ કરીએ છીએ. નવદીપ સૈનીની પત્ની સ્વાતિ એક બ્લોગર છે અને તેની એક યુટ્યુબ ચેનલ પણ છે. નવદીપ ભારતીય ટીમ માટે અત્યાર સુધીમાં 2 ટેસ્ટ, 8 વન-ડે અને 11 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે.