સ્પોર્ટસ

સાત્વિક-ચિરાગ મલેશિયન ઓપનની ફાઇનલમાં વર્લ્ડ નંબર-વન જોડીને જોરદાર લડત આપીને હાર્યા

ક્વાલા લમ્પુર: તાજેતરમાં જ દેશના રમતગમત ક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર મેજર ધ્યાનચંદ ખેલરત્ન અવૉર્ડ જીતનાર બૅડ્મિન્ટન ખેલાડીઓ સાત્વિક સાઇરાજ રૅન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી મલેશિયન ઓપનની ફાઇનલમાં ચીનની વર્લ્ડ નંબર-વન જોડી વૉન્ગ ચૅન્ગ અને લિઆન્ગ વીકેન્ગને જોરદાર લડત આપ્યા પછી હારી ગયા હતા.

સાત્વિક-ચિરાગની જોડી હજી ત્રણ જ મહિના પહેલાં મેન્સ બૅડ્મિન્ટનમાં નંબર-વન બની હતી. જોકે હવે બીજા સ્થાને છે. ચીનના વૉન્ગ-વીકેન્ગ સામે રવિવારે રમાયેલી ફાઇનલમાં પહેલી ગેમ માત્ર 13 મિનિટમાં 21-9થી જીતી ગયા હતા, પરંતુ ચીનની વર્લ્ડ ચૅમ્પિયન અને વર્લ્ડ નંબર-વન જોડીએ જબરદસ્ત કમબૅક કરીને બીજી ગેમ 21-18થી જીતીને સ્કોર લેવલ કરી લીધો હતો અને નિર્ણાયક ગેમ માટેનો પડકાર એશિયન ગેમ્સ ગોલ્ડ મેડલિસ્ટ સાત્વિક-ચિરાગ સામે ફેંક્યો હતો. એ ગેમમાં એક તબક્કે ભારતીય જોડી 10-3થી આગળ હતી, પણ ચિરાગની કેટલીક ભૂલ અને ભારતીય જોડી પર પ્રભુત્વ જમાવવાની સાથે ચીની જોડીએ આ નિર્ણાયક ગેમ છેવટે 21-17થી જીતીને ફાઇનલમાં વિજય મેળવવાની સાથે મલેશિયન ઓપનની ટ્રોફી પર કબજો જમાવી લીધો હતો.


2023ની મલેશિયન ઓપનમાં વૉન્ગ-વીકેન્ગની જોડી રનર-અપ બની હતી, પરંતુ આ વખતે તેઓ ચૅમ્પિયનપદ મેળવીને રહ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો