IPL 2024સ્પોર્ટસ

વર્લ્ડ કપ સેમી ફાઈનલની રેસ: કોનો દાવો મજબૂત! આ ટીમો ખેલ બગાડી શકે!

ICC વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી માત્ર બે ટીમો જ સેમીફાઈનલમાં પોતાનું સ્થાન પાક્કું કરી શકી છે. પોઈન્ટ ટેબલમાં ભારત પહેલા ક્રમે છે અને દક્ષિણ આફ્રિકા બીજા સ્થાને છે. ભારતે અત્યાર સુધીમાં રમેલી  તમામ 8 મેચ જીત મેળવીને 16 પોઈન્ટ્સ મેળવ્યા છે, અન્ય કોઈ ટીમ 16 પોઈન્ટ સુધી પહોંચી શકી નથી. દક્ષિણ આફ્રિકાની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે, જેણે તેની 8 મેચમાંથી 6 જીતી છે, દક્ષિણ આફ્રિકા પાસે 12 પોઈન્ટ છે.

પોઈન્ટ ટેબલ પર ઓસ્ટ્રેલિયા 10 પોઈન્ટ સાથે નંબર-3 , ન્યુઝીલેન્ડ 8 પોઈન્ટ સાથે નંબર-4 , પાકિસ્તાન 8 પોઈન્ટ સાથે નંબર-5, અફઘાનિસ્તાન 8 પોઈન્ટ સાથે નંબર-6  પર છે. આ ચાર ટીમો વચ્ચે સેમિફાઇનલમાં બાકીના બે સ્થાનો માટે મુકાબલો થશે છે.

આ સિવાય, બે વધુ ટીમો શ્રીલંકા અને નેધરલેન્ડ પણ હજુ સુધી સેમિફાઇનલની રેસમાંથી બહાર નથી થઈ, પરંતુ તેમ છતાં તે બંને ટીમોની સેમિફાઇનલમાં પહોંચવાની શક્યતા ઘણી ઓછી છે. શ્રીલંકા અને નેધરલેન્ડની બે-બે મેચ બાકી છે, અને તેઓ મહત્તમ 8 પોઈન્ટ સુધી પહોંચી શકે છે, જ્યાં ત્રણ ટીમો પહેલેથી જ હાજર છે.

તે જ સમયે, નીચેની બે ટીમો એટલે કે બાંગ્લાદેશ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ આ વર્લ્ડ કપમાંથી સત્તાવાર રીતે બહાર થઈ ગઈ છે. પરંતુ તેમ છતાં આ બંને ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ક્વોલિફાય કરવા માટે તેમની બાકીની મેચો જીતવાનો પ્રયાસ કરશે. જો તે આવું કરશે તો તે અન્ય ટીમોની ગેમ બગાડી શકે છે. તેથી, હવે સેમિફાઇનલમાં બે સ્થાન માટે મુખ્ય રેસ ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે છે.

જો ઓસ્ટ્રેલિયા તેની બાકીની બે મેચ જીતી લેશે તો તે આસાનીથી સેમીફાઈનલમાં પહોંચી જશે. જો ટીમ બેમાંથી એક મેચ જીતે અને એક હારી જાય તો પણ તે સેમીફાઈનલમાં પહોંચશે. ઓસ્ટ્રેલિયા તેની બાકીની બે મેચ હારી જાય તો પણ તેની પાસે સેમીફાઈનલમાં પહોંચવાની શક્યતા બની રહેશે. ઓસ્ટ્રેલિયા જો બંને મેચ મોટા અંતથી હારી જાય તો જ આ રેસમાંથી બહાર થઈ શકે છે જો તે, પરંતુ તેની શક્યતા ઘણી ઓછી જણાઈ રહી છે.

જો ન્યુઝીલેન્ડની ટીમ શ્રીલંકા સામેની તેની એક મેચ જીતી જાય છે તો સેમીફાઈનલમાં જવાનો રસ્તો આસાન બની જશે અને જો તે હારી જશે તો તેને સંઘર્ષ કરવો પડી શકે છે.

જો પાકિસ્તાનની ટીમ તેની છેલ્લી લીગ મેચ મોટા માર્જિનથી જીતે છે તો પણ તેણે ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની મેચો પર નિર્ભર રહેવું પડશે.

જો અફઘાનિસ્તાનની ટીમ તેની બંને મેચ જીતી જશે તો તે સરળતાથી સેમીફાઈનલમાં પહોંચી જશે. જો એક જીત અને એક હાર અથવા બંને હારી જાય તો તેને અન્ય ટીમોની જીત અને હાર પર આધાર રાખવો પડશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો