
અમદાવાદ: દિવાળીના દિવસે ભારતીય ટીમે નેધરલેન્ડ સામે જીત મેળવી હતી ત્યારે હવે વર્લ્ડ કપ 2023 ટૂર્નામેન્ટની સેમીફાઇનલ મેચ 15 નવેમ્બરે યોજાવા જઈ રહી છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે જેના માટે ખાસ તૈયારીઓ પણ ચાલી રહી છે. આ મેચના સમાપન સમારોહમાં એક ઘણી મોટી હસ્તી પણ આવવાની ચર્ચાઓ ચાલી રહી છે. અને તે ઇવેન્ટમાં ગ્લેમરનો તડકો લગાવશે. તો ચાલો જણાવું કે હસ્તી કોણ છે.
15 નવેમ્બરની મેચને વધારે રોચક બવાવવા માટે આ વખતે દુઆ લિપાને આમંત્રણ આપવામાં આવ્યું છે. દુઆ લિપા એક પ્રખ્યાત અલ્બેનિયન ગાયિકા છે તેમજ હોલીવુડ અભિનેત્રી પણ છે. તે ફિલ્મ બાર્બી પણ માં એક્ટિંગ કરતી જોવા મળી હતી. દુઆ હાલમાં રિલીઝ થયેલા તેના નવા સોંગ હૌદિનીનું પ્રમોશન કરી રહી છે. તેને સ્ટાર સ્પોર્ટ્સના સેગમેન્ટમાં પણ ભાગ લીધો હતો જ્યાં તેને કેએલ રાહુલ, શુભમન ગિલ અને કેન વિલિયમસન સાથે જોવા મળી હતી. દુઆએ કહ્યું હતું કે તે વધારે ક્રિકેટ જોતી નથી પરંતુ ભારતીય કેપ્ટન રોહિત શર્મા તેનો ફેવરિટ ક્રિકેટર છે. અને ત્યારબાદ વર્લ્ડ કપમાં તેના પ્રદર્શનની ચર્ચાએ જોર પકડ્યું છે.
જોકે દુઆના પરફોર્મન્સને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ આ ચર્ચાએ લોકોમાં ઉત્સાહ વધારી દીધો છે. દુઆ એક મોટી ઈન્ટરનેશનલ સેલિબ્રિટી છે અને 28 વર્ષની ઉંમરે તેણે દુનિયાભરમાં પોતાની એક આગવી ઓળખ બનાવી છે. દુઆ એક ઈવેન્ટ માટે 5 થી 6 કરોડ રૂપિયા ફી લે છે ત્યારે વર્લ્ડ કપમાં એ કેટલી ફી લે છે એ જોવાનું રહ્યું.