ચેન્નઇઃ ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 288 રન કર્યા હતા, જેના જવાબમા અફઘાનિસ્તાનના બેટરોએ રીતસરનો ધબડકો નોંધાવ્યો હતો, તેથી અફઘાનિસ્તાન સામે ન્યૂઝીલેન્ડ 149 રનથી સર્વોત્તમ લીડથી જીત્યું હતું.
ઇંગ્લેન્ડ સામે જીતેલ અફઘાનિસ્તાને આજે નબળું પ્રદર્શન કર્યું હતું. રહમત શાહ (36), અઝમતુલ્લાહ અમરઝાઈ (27), ઇકરામ અલિખિલ (18) રન કર્યા હતા, જ્યારે તેના સિવાય અન્ય બેટર સિંગલ ફિગરમાં સ્કોર કરી શક્યા હતા. તેની સામે ન્યૂઝીલેન્ડના બોલરોએ આક્રમક બોલિંગ કરી હતી, જેમાં સૌથી વધુ વિકેટ લોકી ફર્ગ્યુસન (ત્રણ), મિશેસ સેન્ટનર (ત્રણ) સહિત ટ્રેન્ટ બોલ્ટ (બે વિકેટ) લીધી હતી. ન્યૂઝીલેન્ડ સામે જીતવા માટે અફઘાનિસ્તાન 34.4 ઓવરમાં ઓલઆઉટ થઈ ગયું હતું.
ન્યૂ ઝીલેન્ડ તરફથી ગ્લેન ફિલિપ્સે સૌથી વધુ 71 રન કર્યા હતા. જ્યારે ટોમ લાથમે 68 રનની ઇનિંગ રમી હતી. ઓપનર વિલ યંગ 54 રન કરીને આઉટ થયો હતો. અફઘાનિસ્તાન તરફથી નવીન ઉલ હક અને અઝમતુલ્લા ઓમરઝાઈએ બે-બે વિકેટ ઝડપી હતી. જ્યારે રાશિદ ખાન અને મુજીબ ઉર રહમાનને એક-એક વિકેટ મળી હતી.
એક સમયે ન્યૂઝિલેન્ડની ટીમે માત્ર 110 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ગ્લેન ફિલિપ્સ અને ટોમ લાથમે પાંચમી વિકેટ માટે 144 રનની ભાગીદારી કરી હતી. ટોમ લાથમ 68 રન જ્યારે ગ્લેન ફિલિપ્સ 71 રન કરી આઉટ થયો હતો. રચિન રવિન્દ્ર 32, વિલ યંગ 54 રન કરી આઉટ થયા હતા. વિલ યંગ અને રચિન રવિન્દ્ર વચ્ચે 79 રનની ભાગીદારી થઈ હતી. અંતે માર્ક ચેપમેન 12 બોલમાં 25 રન અને મિશેલ સેન્ટનર સાત રન કરી અણનમ પરત ફર્યા હતા.
Taboola Feed