
લખનઊઃ અહીંના ઈકાના સ્ટેડિયમમાં ભારત સામે ઇંગ્લેન્ડની વર્લ્ડ કપની 29મી મેચમાં ઇંગ્લિશ ટીમના સુકાની જોશ બટલરે ટોસ જીતીને પહેલી બોલિંગ લીધી હતી. પહેલા દાવમાં આવેલી ડ્રીમ ઈલેવનની ટીમ ઈન્ડિયામાં સુકાની રોહિત શર્મા, સૂર્ય કુમાર યાદવે ધીમી પણ મજબૂત બેટિંગ કરીને 229 રનનો સન્માનજનક સ્કોર કરી શક્યું હતું, પરંતુ તેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ સામે ભારતીય બોલરે પ્રારંભમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
ઈંગ્લેન્ડની ટીમને જીતવા માટે 230 રનનો સ્કોર કરવાનો હતો, પરંતુ પહેલી અને બીજી વિકેટ સસ્તામાં પડી હતી. ઈંગ્લેન્ડની પહેલી-બીજી વિકેટ 30 રનના સામાન્ય જસપ્રીત બુમરાહે લીધી હતી. ડેવિડ મલાને 16 અને જો રુટને ઝીરોમાં બુમરાહે આઉટ કર્યો હતો. રુટે ઝીરો રનનો સ્કોર કર્યો હતો, જ્યારે વિરાટ કોહલીએ પણ ઝીરો રન કરવાનો સંયોગ હતો કે બીજું કાંઈ એવી નિષ્ણાતે શક્યતા વ્યક્ત કરી હતી.
ત્રીજી ક્રમે રમવા આવેલા રુટની વાત કરીએ તો ભારતની સામે ઝીરો રને આઉટ થયો હતો, જેમાં રુટ અગાઉ 2020થી લઈને અત્યાર સુધીના પાવર પ્લેમાં એકથી દસ ઓવરની વચ્ચે કુલ 18 ઈનિંગમાં 38.16ના સ્ટ્રાઈક રેટથી 132 બોલનો સામનો કરીને ફક્ત પચાસ રન બનાવ્યા છે. એટલે તેની એવરેજ બેટિંગ રેટ 5.0 રહ્યો છે, જ્યારે સૌથી આશ્ચર્યની વાત એ છે કે એ વખતે રુટે 11 વખત પોતાની વિકેટ ગુમાવી છે.
આ વન-ડે મેચની ખાસિયત કહો કે પછી સંયોગની વાત કરીએ તો બંને ટીમના નંબરે આવેલા બેટર પણ ઝીરો રને આઉટ થયા છે. ડેવિડ મલાનની વિકેટ પછી રમતમાં આવેલા જો રુટે ઝીરો રને પેવેલિયન ભેગો કર્યો હતો, જ્યારે સામે પક્ષે ભારતીય ટીમમાં પણ શુભમન ગિલ આઉટ થયા પછી વિરાટ કોહલી રમતમાં આવ્યો હતો. વિરાટ કોહલીને ડેવિડ વિલિએ બેન સ્ટોકસના હાથમાં કેચ આઉટ કરાવ્યો હતો, જેમાં કોહલી પણ ઝીરોમાં આઉટ થયો હતો.