World Cup 2023: બાંગ્લાદેશે ભારતને જીતવા આપ્યો આટલા ટાર્ગેટ | મુંબઈ સમાચાર

World Cup 2023: બાંગ્લાદેશે ભારતને જીતવા આપ્યો આટલા ટાર્ગેટ

પુણેઃ અહીંના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં ભારત સામે બાંગ્લાદેશ વચ્ચે 17મી વન-ડે મેચ રમાઈ હતી. અહીં રમાયેલી મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલી બેટિંગમાં 50 ઓવરમાં 8 વિકેટે 256 રન બનાવ્યા છે, જેમાં ભારતને જીતવા માટે 257 રનનો પડકાર આપ્યો છે. ભારત અને બાંગ્લાદેશની વચ્ચે વર્લ્ડ કપ 2023ની 17મી વનડે મેચ પુણેમાં રમાઈ હતી, જેમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

કેપ્ટન શાકિબ અલ હસનને ઈજાને કારણે મેચ રમ્યો શક્યો નહોતો, જ્યારે એના સ્થાને નજમુલ હુસૈન શાન્તો કેપ્ટનશિપ કરી હતી. બાંગ્લાદેશવતીથી લિટનદાસે (82 બોલમાં 66 રન) મજબૂત ઈનિંગ રમ્યો હતો. ટીમ ઈન્ડિયાવતીથી બોલરોએ આક્રમક બોલિંગ કરી હતી, જેમાં બબ્બે વિકેટ ઝડપી હતી.

ભારતીય ટીમવતીથી જસપ્રીત બુમરાહે બે, મહોમ્મદ સિરાજે બે, રવિન્દ્ર જાડેજાએ બે વિકેટ લીધી હતી, જ્યારે વર્લ્ડ કપમાં શાર્દૂલ અને કુલદીપ યાદવે એક-એક વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશની પહેલી વિકેટ 93 રને પડી હતી, જ્યારે 110 રને બીજી, 129 રને ત્રીજી તથા ચોથી વિકેટ 137 રને આપી હતી.

હાર્દિક પંડ્યાએ બોલિંગ લીધી હતી, જેમાં ત્રણ બોલ ફેંકીને ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારબાદ હાર્દિક પંડ્યાને બદલે વિરાટ કોહલીએ ત્રણ બોલ ફેંક્યા હતા, જેમાં બે રન આપ્યા હતા. જોકે, વર્લ્ડ કપમાં પહેલી વખત બોલિંગ નાખી હતી.

તાજા સમાચાર પ્રમાણે ભારતનો સ્કોર 37/0 આેવર 5.2.

સંબંધિત લેખો

Back to top button