હરમનપ્રીત, સ્મૃતિ, જેમાઇમા પ્રથમ વિશ્વ કપ ટ્રોફી જીતવા મક્કમ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મહિલા ક્રિકેટમાં ભારતે પદાર્પણ કર્યું એને 50 વર્ષ થયા છે અને ત્યારથી માંડીને અત્યાર સુધીમાં ડાયના એદલજી, મિતાલી રાજ, અંજુમ ચોપડા, હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના સહિત ભારતની અનેક ખેલાડીઓએ મહિલા ક્રિકેટમાં અનેરું યોગદાન આપ્યું છે.
જોકે પાંચ દાયકામાં ભારતીય મહિલા ક્રિકેટરો ક્યારેય કોઈ વર્લ્ડ કપ નથી જીતી શકી, પરંતુ આ વખતે ઘરઆંગણે યોજાનારા વન-ડેના આઇસીસી (ICC) વર્લ્ડ કપ (WORLD CUP)માં સૌથી મોટી ટ્રોફીનો દુકાળ દૂર કરવા હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના અને જેમાઇમા રૉડ્રિગ્સ સહિતની ભારતીય ખેલાડીઓ મક્કમ છે.
આપણ વાંચો: બર એક વર્ષ પછી લૉર્ડ્સમાં ભારતીય મહિલા ક્રિકેટરોનું નામ સુવર્ણ અક્ષરે લખાશે, જાણો કઈ રીતે…
50-50 ઓવરવાળા ફૉર્મેટનો વિમેન્સ વન-ડે (ODI) વર્લ્ડ કપ 50 દિવસ બાદ ભારતમાં શરૂ થશે અને એના સમયપત્રક (TIMETABLE)ની જાહેરાત સોમવારે મુંબઈમાં કરવામાં આવી હતી.
2016માં ભારતમાં ટી-20 વિશ્વ કપનું આયોજન થયું હતું ત્યાર પછી નવ વર્ષે ભારતમાં મહિલાઓનો વર્લ્ડ કપ યોજાશે.
2005માં અને ખાસ કરીને 2017માં ભારતની મહિલા ટીમ વન-ડેના વર્લ્ડ કપમાં રનર-અપ રહી હતી.
કૅપ્ટન હરમનપ્રીત કૌરે સોમવારે મુંબઈમાં પત્રકારો સમક્ષ આઇસીસી વર્લ્ડ કપ ટ્રોફીના અનાવરણને લગતી ઇવેન્ટમાં કહ્યું હતું કે ` અમારી ટીમ આ વખતે વર્લ્ડ કપ ટ્રોફીનો દુકાળ દૂર કરવા મક્કમ છે. હું જ્યારે પણ યુવી ભૈયા (યુવરાજ સિંહ)ને જોઉં છું ત્યારે મને વર્લ્ડ કપ જીતવાનો જોશ અને પ્રેરણા મળે છે.’
આપણ વાંચો: જાણો છો દુનિયાની 5 સૌથી સુંદર મહિલા ક્રિકેટર કોણ છે? તસવીરો જોઈને દંગ રહી જશો…
મુંબઈની સોમવારની ઇવેન્ટમાં 2011ના મેન્સ વન-ડે વર્લ્ડ કપનો સુપરસ્ટાર યુવરાજ સિંહ, મહિલા ક્રિકેટની ભારતીય લેજન્ડ મિતાલી રાજ તેમ જ ભારતની વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના અને મહત્ત્વની બૅટર જેમાઇમા રૉડ્રિગ્સ પણ ઉપસ્થિત હતાં.
હરમનપ્રીતના સુકાનમાં અને સ્મૃતિના ઉપકપ્તાનપદમાં આ બન્ને પ્લેયર તેમ જ ક્રાંતિ ગૌડ સહિતની ખેલાડીઓના સુપર પર્ફોર્મન્સની મદદથી ભારતીય ટીમે તાજેતરમાં જ ઇંગ્લૅન્ડમાં વન-ડે તથા ટી-20 સિરીઝ જીતી લીધી હતી અને હવે વર્લ્ડ કપ પહેલાં 14મી સપ્ટેમ્બરે ભારતમાં હરમનપ્રીત કૌર અને તેની સાથીઓ ઑસ્ટ્રેલિયા સામે સિરીઝ રમશે.
સોમવારે મુંબઈની આઇસીસી ઇવેન્ટમાં નામાંકિત ક્રિકેટર્સ ઉપરાંત આઇસીસી ચૅરમૅન જય શાહ તેમ જ આઇસીસી સીઇઓ સંજોગ ગુપ્તા અને ક્રિકેટ જગતની આ સર્વોચ્ચ સંસ્થાના અન્ય અગ્રણીઓ પણ ઉપસ્થિત હતા.
આપણ વાંચો: આ ભારતીય મહિલા ક્રિકેટર તો પુરુષ ખેલાડીઓથી પણ એક ડગલું આગળ વધી, બે બ્રિટિશ ખેલાડી સાથે ટકરાઈ
મહિલા વન-ડે વર્લ્ડ કપનું ટાઇમટેબલ
વાર તારીખ મૅચ સ્થળ સમય
મંગળ 30 સપ્ટેમ્બર ભારત-શ્રીલંકા બેંગલૂરુ બપોરે 3.00
બુધ 1 ઑક્ટોબર ઑસ્ટ્રેલિયા-ન્યૂ ઝીલૅન્ડ ઇન્દોર બપોરે 3.00
ગુરુ 2 ઑક્ટોબર બાંગ્લાદેશ-પાકિસ્તાન કોલંબો બપોરે 3.00
શુક્ર 3 ઑક્ટોબર ઇંગ્લૅન્ડ-સાઉથ આફ્રિકા બેંગલૂરુ બપોરે 3.00
શનિ 4 ઑક્ટોબર શ્રીલંકા-ઑસ્ટ્રેલિયા કોલંબો બપોરે 3.00
રવિ 5 ઑક્ટોબર ભારત-પાકિસ્તાન કોલંબો બપોરે 3.00
સોમ 6 ઑક્ટોબર ન્યૂ ઝીલૅન્ડ-સાઉથ આફ્રિકા ઇન્દોર બપોરે 3.00
મંગળ 7 ઑક્ટોબર બાંગ્લાદેશ-ઇંગ્લૅન્ડ ગુવાહાટી બપોરે 3.00
બુધ 8 ઑક્ટોબર ઑસ્ટ્રેલિયા-પાકિસ્તાન કોલંબો બપોરે 3.00
ગુરુ 9 ઑક્ટોબર ભારત-સાઉથ આફ્રિકા વિશાખાપટનમ બપોરે 3.00
શુક્ર 10 ઑક્ટોબર બાંગ્લાદેશ-ન્યૂ ઝીલૅન્ડ વિશાખાપટનમ બપોરે 3.00
શનિ 11 ઑક્ટોબર ઇંગ્લૅન્ડ-શ્રીલંકા ગુવાહાટી બપોરે 3.00
રવિ 12 ઑક્ટોબર ભારત-ઑસ્ટ્રેલિયા વિશાખાપટનમ બપોરે 3.00
સોમ 13 ઑક્ટોબર બાંગ્લાદેશ-સાઉથ આફ્રિકા વિશાખાપટનમ બપોરે 3.00
મંગળ 14 ઑક્ટોબર શ્રીલંકા-ન્યૂ ઝીલૅન્ડ કોલંબો બપોરે 3.00
બુધ 15 ઑક્ટોબર ઇંગ્લૅન્ડ-પાકિસ્તાન કોલંબો બપોરે 3.00
ગુરુ 16 ઑકટોબર ઑસ્ટ્રેલિયા-બાંગ્લાદેશ વિશાખાપટનમ બપોરે 3.00
શુક્ર 17 ઑક્ટોબર શ્રીલંકા-સાઉથ આફ્રિકા કોલંબો બપોરે 3.00
શનિ 18 ઑક્ટોબર ન્યૂ ઝીલૅન્ડ-પાકિસ્તાન કોલંબો બપોરે 3.00
રવિ 19 ઑક્ટોબર ભારત-ઇંગ્લૅન્ડ ઇન્દોર બપોરે 3.00
સોમ 20 ઑકટોબર શ્રીલંકા-બાંગ્લાદેશ કોલંબો બપોરે 3.00
મંગળ 21 ઑક્ટોબર સાઉથ આફ્રિકા-પાકિસ્તાન કોલંબો બપોરે 3.00
બુધ 22 ઑક્ટોબર ઑસ્ટ્રેલિયા-ઇંગ્લૅન્ડ ઇન્દોર બપોરે 3.00
ગુરુ 23 ઑક્ટોબર ભારત-ન્યૂ ઝીલૅન્ડ ગુવાહાટી બપોરે 3.00
શુક્ર 24 ઑક્ટોબર શ્રીલંકા-પાકિસ્તાન કોલંબો બપોરે 3.00
શનિ 25 ઑક્ટોબર ઑસ્ટ્રેલિયા-સાઉથ આફ્રિકા ઇન્દોર બપોરે 3.00
રવિ 26 ઑક્ટોબર ઇંગ્લૅન્ડ-ન્યૂ ઝીલૅન્ડ ગુવાહાટી સવારે 11.00
રવિ 26 ઑક્ટોબર ભારત-બાંગ્લાદેશ બેંગલૂરુ બપોરે 3.00
બુધ 29 ઑક્ટોબર પ્રથમ સેમિ ફાઇનલ ગુવાહાટી/કોલંબો બપોરે 3.00
ગુરુ 30 ઑક્ટોબર બીજી સેમિ ફાઇનલ બેંગલૂરુ બપોરે 3.00
રવિ 2 નવેમ્બર ફાઇનલ કોલંબો/બેંગલૂરુ બપોરે 3.00