મહિલા વર્લ્ડ કપની ફાઇનલ ડીવાયમાંઃ પાકિસ્તાની ટીમ ખાલી હાથે સ્વદેશમાં…

કોલંબોમાં મેઘરાજાનો 5-0થી વિજય!
નવી મુંબઈઃ મહિલા વન-ડે વર્લ્ડ કપ (world cup)માં ભારત સેમિ ફાઇનલમાં પહોંચી ગયું છે. અન્ય ત્રણ સેમિ ફાઇનલિસ્ટોમાં ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, સાઉથ આફ્રિકાનો સમાવેશ છે.
29મી ઑક્ટોબરની પ્રથમ સેમિ ગુવાહાટીમાં, 30મી ઑક્ટોબરની બીજી સેમિ નવી મુંબઈના ડી. વાય. પાટીલ (DY PATIL) સ્ટેડિયમમાં અને બીજી નવેમ્બરની ફાઇનલ પણ ડી. વાય.માં રમાશે.
શુક્રવારે કોલંબોમાં શ્રીલંકા સામેની પાકિસ્તાનની મૅચ વરસાદને લીધે ધોવાઈ જતાં પાકિસ્તાનની ટીમ ટૂર્નામેન્ટની એકમાત્ર ટીમ બની છે જે સાતમાંથી એકેય મૅચ જીત્યા વગર સ્વદેશ પાછી જશે.
કોલંબોમાં પાંચમી મૅચ ધોવાઈ જતાં મેઘરાજાનો 5-0થી વિજય થયો કહી શકાય. શનિવારે ઑસ્ટ્રેલિયા-સાઉથ આફ્રિકા વચ્ચે મૅચ છે, જ્યારે રવિવારે બે ઔપચારિક મુકાબલામાં ઇંગ્લૅન્ડ-ન્યૂ ઝીલૅન્ડ તથા ભારત-બાંગ્લાદેશ વચ્ચે મૅચ રમાશે.
ગુરુવારે ડી. વાય. પાટીલમાં ભારતે ન્યૂ ઝીલૅન્ડને હાઈ-સ્કોરિંગ મૅચમાં વરસાદના વિઘ્નો વચ્ચે 53 રનથી હરાવીને સેમિ ફાઇનલમાં એન્ટ્રી કરી હતી.



